• કેફે માલિકે ઘર ખરીદવા માટે પૈસા મંગાવ્યા હતા
  • મુંબઇથી મંગાવેલા પૈસા લઇ રાહુલ ટુ વ્હીલરની ડીકીમાં મુકી જઇ રહ્યા હતા
  • પોલીસ હોવાની ઓળખ આપી ચાર પૈકી બે લોકોએ  રાહુલને વાતોમાં વ્યસ્ત રાખ્યો
  • અન્ય બે લોકોએ માલિકની નજર ચુકવીને પૈસા સેરવી લીધા

WatchGujarat. સુરતના વરાછા વિસ્તારમાં યુવકને પોલીસની ઓળખ આપી 4 ઈસમો ટુ વ્હીરલની ડીક્કીમાંથી રૂ. 5 લાખની રોકડ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. વાતની જાણ કેફે માલિક  આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સુરતના પુણા કુંભારિયા રોડ પાસે રહેતા રાહુલ રાજેશભાઈ આચાર્ય કેફે શોપ ચલાવે છે. કેફે માલિકને નવું ઘર ખરીદવાનું હોવાથી તેઓએ મુંબઈથી રૂ. 5 લાખ રૂપિયા મંગાવ્યા હતા. અને તે પાંચ લાખ રૂપિયા લઇ રાહુલે ટુવ્હીલરની ડીક્કીમાં મૂકી દીધા હતા. દરમ્યાન તેઓ વરાછા ખાડી મહોલ્લા પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળાએ ચાર ઈસમોએ તેમની બાઈકને રોકી હતી. અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. અને મોપેડ ત્યાં મુકાવી રાહુલને રોડની સામેની બાજુ લઇ ગયા હતા.

દરમિયાન ચાર પૈકી બે ઇસમોએ રાહુલની નજર ચૂકવી ડીક્કીમાં રહેલી રૂ. 5 લાખની રોકડ ભરેલી બેગ લઇ ફરાર થઇ ગયા હતા. બાદમાં અન્ય બે ઈસમોએ રાહુલને જવા કહ્યું હતું. રાહુલ ટુ વ્હીલર પાસે આવી તપાસ કરતા મોપેડમાંથી રૂપિયા ભરેલી બેગ ગાયબ હતી. જેથી તેઓએ સમગ્ર્ર મામલે પોલીસ મથકમાં જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી.

ચાર તસ્કરો અલગ અલગ દિશામાં થયા ફરાર

પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરી હતી. જેમાં 4 ઈસમો બાઈક લઈને બે અલગ અલગ દિશામાં ફરાર થયા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આ દિશામાં તપાસ શરુ કરી હતી. પરંતુ સુરતમાં વધુ એક ચોરીની ઘટના બનતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નો ઉભા થયા છે.  દિવસેને દિવસે ગુનાખોરીમાં વધારો થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળતી હોવાનું સામે આવી રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud