17 વર્ષના લગ્ન બાદ પતિ પત્ની અલગ થયા
પિયરમાં રહેતી પત્નીને મળવા આવેલા પતિ વચ્ચે છુટાછેડાની વાત છેડાતા ઉગ્ર બોલાચાલી થઇ
આખરે સાસરિયાઓએ જયેશભાઇને જાહેર રસ્તા પર ફટરા વડે માર માર્યો
લોહી નિતરતી હાલતમાં મારામારીનો વિડીયો વાઇરલ થતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી
WatchGujarat. સુરતના કતારગામ વીસ્તારમાં પારિવારિક ઝગડો હત્યા સુધી પહોંચ્યો છે. લગ્નના 17 વર્ષ બાદ ઘરકંકાસથી કંટાળીને પતિથી દુર સાસરીયામાં પત્ની રહેતી હતી. 1 વર્ષથી દુર રહેતી પત્નીને મળવા આવેલા પતિ વચ્ચે છુટાછેડાની વાત છેડાતા મામલે બિચક્યો હતો. મારામારી બાદ બનેવીએ પોતાના જ સાળાની હત્યા કરી દીધી હતી. હત્યાની આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. આ ઘટનાને લઈને કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
https://twitter.com/watchgujarat/status/1369598151435296774?s=21
સુરતના કતારગામ સ્થિત નીલકંઠ સોસાયટીમાં રહેતા જયેશભાઇ મગનભાઇ કલસરીયાની બહેન પ્રીતિના 17 વર્ષ પહેલા કતારગામ લલીતા ચોકડી ખાતે રહેતા મહેશભાઈ માધુભાઈ ઝાંઝમેરા સાથે લગ્ન થયા હતા. અને લગ્નગાળા દરમ્યાન તેઓને 3 સંતાનો પણ છે. પતિ પત્ની વચ્ચે ઝગડો થતા 1 વર્ષથી અલગ રહેતા હતા. અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.
મંગળવારની સાંજે જમાઈ મહેશ પિયરમાં રહેતી પ્રીતિને મળવા આવ્યા હતા. અને છૂટાછેડાની વાત ઉપાડી ધમાલ કરી હતી. સાથે સાથે પ્રીતિ અને એના પરિવારની મહિલાઓ, જેમ કે ભાભી, માતાને પણ માર માર્યો હતો. માર્કેટમાંથી સાંજે ઘરે ગયેલા જયેશ અને તેમના નાના ભાઈ નિતેશને આ બાબતની જાણ થતાં તેઓ બનેવીને સમજાવવા ગયા હતા. ત્યારે બનેવીએ સોસાયટી બહાર જ જયેશ અને નિતેશ પર ચપ્પુ વડે હુમલો કરી ઉપરાઉપરી ઘા મારતાં બન્ને ભાઈઓ જમીન પર ઢળી પડ્યા હતા. એટલું જ નહીં, ઘરની મહિલાઓને પણ જાહેરમાં લાકડાના ફટકા વડે માર મરાયો હતો. આ ઘટનામાં સાળા જયેશભાઇનું મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી
ઘર નજીક હત્યાની ઘટના બની હતી. રાત્રિના સમયે હુમલાખોરોએ લાડકાના ફટકા સહિતના પાઈપ અને અન્ય હથિયારો સાથે હુમલો કર્યો હતો. રસ્તામાં જાહેરમાં માર મરાતા પરિવારના સભ્યો અને સ્થાનિકો પણ બચાવવા વચ્ચે પડ્યાં હતાં. મહિલાઓ પણ આવી ગઈ હતી. જો કે, હુમલાખોરોએ માર મારવાનું ચાલું રાખ્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. વિડીયો વાઇરલ થતાની સાથે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
પોલીસે 4 લોકોની અટકાયત કરી
આ ઘટના અંગે મૃતક જયેશભાઈની પત્ની ભાવનાબેનએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે બનેવી મહેશભાઇ માધુભાઇ જાંજમેરા, દિયર મનસુખભાઇ માધુભાઇ જાંજમેરા, માધુભાઇ રાઘવભાઇ જાંજમેરા અને વીમળાબેન માધુભાઇ જાંજમેરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ચારેય આરોપીની અટકાયત કરી લીધી છે. અને તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.