• પુણા વિસ્તારમાં રેશ રો-હાઉસ બ્રિજ નીચે ચેકિંગ કરતી મહિલા કોન્સ્ટેબલ સામે ટુ વ્હીલર સવાર બે યુવકે બીભત્સ કોમેન્ટ કરીને છેડતી કરીને નાસી ગયા
  • થોડા સમયમાં બંને જણ ટુ વ્હીલર પર ફરીથી બ્રિજ નીચે આવીને પ્રીતિ તરફ ખરાબ નજરે જોઈને ચિચિયારી પાડી ભાગ્યા

#Surat - ‘યે મસ્ત આઇટમ, તૂ કૈસી હૈ, કહી જાહેર રસ્તા પર મહિલા પોલીસકર્મીની છેડતી કરાઇ

WatchGujarat. સુરતના પુણા વિસ્તારમાં રેશ રો-હાઉસ બ્રિજ નીચે ચેકિંગ કરતી મહિલા કોન્સ્ટેબલ સામે ટુ વ્હીલર સવાર બે યુવકે બીભત્સ કોમેન્ટ કરીને છેડતી કરીને નાસી ગયા હતા. જોકે પીઆઈ સહિતનાઓએ તેમનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ટુ વ્હીલર સવાર બે યુવકે મહિલા પોલીસની ‘યે મસ્ત આઇટમ, તૂ કૈસી હૈ, તૂ મેરા ક્યાં બિગાડ લેગી’ કહીને છેડતી કરી હતી.

#Surat - ‘યે મસ્ત આઇટમ, તૂ કૈસી હૈ, કહી જાહેર રસ્તા પર મહિલા પોલીસકર્મીની છેડતી કરાઇ
આરોપી – જિતુસિંગ સૈતાનસિંગ રાજપૂત

પુણા પોલીસ સ્ટેશનમાં પ્રીતિ ( નામ બદલ્યું છે) કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. 31 ફર્સ્ટના ગુરુવારે રાત્રે પ્રીતિ અન્ય સ્ટાફ સાથે રેશમા રો-હાઉસ પાસે બ્રિજ નીચે ચેકિંગમાં હતી. એ સમયે એક મોપેડ પર બે જણ પ્રીતિ પાસે આવીને ‘યે મસ્ત આઇટમ, તૂ કૈસી હૈ, તૂ મેરા ક્યાં બિગાડ લેગી’ કહીને ચિચિયારી પાડીને સ્પીડમાં પુણા પાટિયા તરફ નાસી ગયા હતા, સાથેના કોન્સ્ટેબલે પીછો કર્યો, પરંતુ તેઓ નાસી ગયા હતા.

થોડા સમયમાં બંને જણ ટુ વ્હીલર પર ફરીથી બ્રિજ નીચે આવીને પ્રીતિ તરફ ખરાબ નજરે જોઈને ચિચિયારી પાડીને નાસી ગયા હતા, તેની સાથેના કોન્સ્ટેબલે ફરીથી પીછો કર્યો હતો. એ જ સમયે પોલીસ-ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરિયા બ્રિજ પાસે આવ્યા હતા. પ્રીતિએ તેમને તમામ હકીકત કહેતાં ઇન્સ્પેક્ટર ગડરિયા સહિતનો સ્ટાફ ટુ-વ્હિલર પર સવાર બન્ને રોમિયોને ઝડપી પાડવા તેમનો પીછો કર્યો હતો.

તેવામાં ભૈયાનગરથી પુણા ગામ તરફ જતા રોડ પર સિદ્ધેશ્વર સોસાયટી પહોંચેલા ટુ-વ્હિલર ચાલક જિતુસિંગ સૈતાનસિંગ રાજપૂત (22) અને સગીરને પોલીસે દબોચી લીધા હતા. મહિલા કોન્સ્ટેબલને જોઇ બીભત્સ કોમેન્ટ કરનાર બન્નેની પોલીસે ધરપકડ કરી તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

More #Female #police #checking #two #road side romeo #misbehaved #caught #Suratnews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud