• ધોબીના ખાચામાં અશ્વિનભાઈ પટેલ મિત આર્ટ રેડીયમ નામની દુકાન ધરાવે છે
  • દુકાનમાં કારીગર સવારે વેલ્ડીંગનું કામ કરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો
  • અકસ્માતમાં ગંભીર રીતે દાઝેલા કારીગરને મદદ કરવાની જગ્યાએ લોકો વિડીયો ઉતારવામાં મશગુલ જોવા મળ્યા
  • આખરે ફાયરના લાશ્કરોએ ઘાયલને સારવાર અર્થે ખસેડ્યો

Watchgujarat. સુરતના અડાજણ સ્થિત ઘોબીના ખાચામાં આવેલી રેડીયમની દુકાનમાં બ્લાસ્ટ થતા એક કારીગર ગંભીર રીતે દાઝી ગયો હતો. બનાવની જાણ થતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કારીગરને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. પરંતુ સ્થાનિકો માત્ર મોબાઇલમાં વિડીયો ઉતારી રહ્યા હતા. સ્થાનિકોએ ગંભીર ઘટનામાં આધેડને મદદરૂપ થવાની જગ્યાએ દુરથી વિડીયો ઉતારવું કામ કરતા આસપાસના લોકોમાં ઉકળાટ જોવા મળી રહ્યો હતો

સુરતના અડાજણ સ્થિત ધોબીના ખાચામાં અશ્વિનભાઈ પટેલ મિત આર્ટ રેડીયમ નામની દુકાન ધરાવે છે. સવારના સમયે તેઓની દુકાનમાં હેઠરોજભાઈ નામનો કારીગર કામ કરી રહ્યો હતો તે વેળાએ દુકાનમાં વેલ્ડીંગ કરતી સમયે અચાનક બ્લાસ્ટ થયો હતો અને દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં કામ કરી રહેલો કારીગર ગંભીર રીતે દાઝી ગયો હતો. બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં લોકો બહાર દોડી આવ્યા હતા.

બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કારીગરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અને દુકાનમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. આ ઘટનાને લઈને પળભર માટે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

કારીગર તડપી રહ્યો પણ કોઈ મદદે ન આવ્યું

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે કારીગર ગંભીર રીતે આ ઘટનામાં દાઝી ગયો હતો. કારીગર ગંભીર રીતે દાઝીને દુકાનના દાદર પર પડી ગયો હતો. અને દુકાનમાં આગ લાગી ગયી હતી. ત્યાં હાજર લોકોએ કારીગરની મદદ કરવાને બદલે ત્યાં વિડીયો ઉતાર્યો હતો. પરંતુ ફાયરના અધીકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને 108 ની મદદથી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud