• મ્યુકરમાઇકોસીસમાં ફૂગ આંખની આસપાસ રહેલા સાયનસમાંથી શરૂ થઈ આજુબાજુના અંગોમાં ફેલાતો હોય છે
  • સુરતમાં સંભવિત રીતે પહેલીવાર પોસ્ટ કોવિડ બ્રેઇન મ્યુકરમાઇકોસીસનો કેસ નોંધાયો
  • કોસંબામાં રહેતા 23 વર્ષીય યુવાનને કોરોના થયા બાદ બ્રેઇન પર મ્યુકરમાઇકોસીસ ફૂગનો ચેપ લાગ્યાનું નિદાન થયું
  • તબીબી જગત માટે અને લોકો માટે આ કિસ્સો પડકારજનક અને ચિંતાજનક છે

Watchgujarat. હાલના સમયમાં મ્યુકરમાઇકોસીસને સરકારે મહામારી જાહેર કરી દીધી છે. ત્યારે કોરોના પછી મ્યુકરમાઇકોસીસ રોગે માથું ઉંચકતા તબીબી જગતમાં અને લોકોમાં ચિંતા જગાવી છે. સામાન્ય રીતે મ્યુકરમાઇકોસીસ કોરોના દરમિયાન અથવા એમાંથી રિકવર થયા પછી થતો હોય છે. પરંતુ સુરતમાં અચરજ પમાડે તેવો રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોના થયા બાદ કોઈપણ જાતના લક્ષણ વગર બ્રેઇનમાં મ્યુકરમાઇકોસીસ થયાનું નિદાન કરવામાં આવ્યું છે.

મ્યુકરમાઇકોસીસમાં ફૂગ આંખની આસપાસ રહેલા સાયનસમાંથી શરૂ થઈ આજુબાજુના અંગોમાં ફેલાતો હોય છે. જેના કારણે આંખ અને જડબાના ભાગે સોજો આવે છે. પણ સુરતમાં પહેલીવાર પોસ્ટ કોવિડ બ્રેઇન મ્યુકરમાઇકોસીસનો કેસ નોંધાયો છે. જેમાં દર્દીને મગજના અંદરના ભાગમાં જ મ્યુકરમાઇકોસીસની અસર જોવા મળી હતી.

કોસંબામાં રહેતા 23 વર્ષીય યુવાનને 28 તારીખે કોરોના થયો હતો. એક અઠવાડિયા માટે આ યુવાનને એડમિટ રાખવામાં આવ્યો હતો. 4 તારીખે તેને રજા પણ આપી દેવામાં આવી હતી. પરંતુ 8 તારીખે આ યુવાનને ખેંચ આવી હતી. અને ડૉક્ટરી તપાસમાં તેને મગજ પર સોજો હોવાનું માલુમ પડ્યું હતું.

લાલ દરવાજા ખાતેની સિમ્સ હોસ્પિટલમાં બાયોપ્સી રિપોર્ટ કઢાવવામાં આવ્યો હતો. જેમાં તેના બ્રેઇન પર મ્યુકરમાઇકોસીસ ફૂગનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. ડો. હિતેશ ચિત્રોડા અને ડૉ.રાકેશ ભરોડીયાના જણાવ્યા પ્રમાણે આ સૌ પ્રથમ આઇસોલેટેડ બ્રેઇન મ્યુકરમાઇકોસીસનો કેસ છે. જે કદાચ વિશ્વમાં પ્રથમ છે. અત્યારસુધી આવા કેસ સામે આવ્યા નથી. આ કેસમાં જોકે આ યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

તબીબી જગત માટે અને લોકો માટે આ કિસ્સો પડકારજનક અને ચિંતાજનક એટલા માટે પણ છે કારણ કે હજી દેશ કોરોના સામે લડી રહ્યો છે. ત્યાં મ્યુકરમાઇકોસીસ અને હવે આ કેસમાં બ્રેઇનમાં મ્યુકરમાઇકોસીસ સામે આવતા આશ્ચર્ય સર્જાયું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud