• 22 વર્ષિય યુવતિ લંડનથી સુરત આવ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
  • રીટા બચકાવીનાલાનો કેસ રાજ્યમાં પ્રથમ હોવાને કારણે ખૂબ જ ગંભીરતાથી લેવાયો હતો
  • અનેક પ્રકારના શોખ ધરાવતી રીટાના એ દિવસો ખુબજ કઠીનાઈ ભર્યા પસાર થઈ રહયા હતા.
  • સાજા થયા બાદથી મારૂ જીવન બદલાયું, સારવાર દરમિયાનના દિવસો ખુબ તણાવ ભર્યા હતા – રીટા બચકાનીવાલા

રૂપેશ સોનવણે. સુરતમાં કોરોનાએ પગ પેસારો કર્યો તેનું એક વર્ષ પૂર્ણ થયું છે. ગત 19 માર્ચે લન્ડન થી સુરત આવેલી યુવતીનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો. 22 વર્ષીય રીટા બચકાનીવાલા લંડન થી સુરત આવ્યા બાદ તેનો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગઇ હતી.

આજે એક વર્ષ પૂર્ણ થયું છે તે વાતને અને રીટા બચકાનીવાલા કોરોનાને મહાત આપી સુરક્ષિત પોતાના પરિવાર સાથે જીવન જીવી રહી છે. કોરોનાના એક વર્ષ પૂર્ણ થયાં ત્યારે તમામ લોકોએ પ્રથમ કેસ ને જરૂર યાદ કરતા હતા. રીટા બચકાનીવાલા ફરી એક વખત લોકોના હોઠે આવી હતી. ત્યારે લોકોના આ પ્રકારના પ્રશ્નો અને આતુરતા માટે સૂરતનો પ્રથમ પોઝીટીવ ટેસ્ટ અને ગુજરાતનો પણ પ્રથમ કેસ એવા રીટા બચકાનીવાલા ની કહાની watchgujarat.com માધ્યમથી લોકો સુધી શેર કરવાનો પ્રયાસ કર્યો છે.

રીટા બચકાનીવાલાનો કોરોના સાથેનો સફર શરૂઆતના તબક્કામાં ખૂબ જ કઠિન રહ્યો હતો. તે સમયે એક કેસને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો હતો. શ્રીમંત પરિવાર માંથી આવતી રીટા પોઝીટીવ આવતા જ તેના ઘરને ક્વોરન્ટાઇન કરી દેવાયું હતું. રીટા ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી. તેનો પરિવારની દૂર કરવામાં આવી. જુદા જુદા અનેક પ્રકારના શોખ ધરાવતી રીટાના એ દિવસ ખુબજ કઠીનાઈ ભર્યા પસાર થઈ રહયા હતા.

ખાવામાં કોઇ જ સ્વાદ ન આવતો, પરિવારજનો માત્ર ફોન પર હિંમત આપતા

રીટા બચકાનીવાલા watchgujarat.com સાથે કરેલી વાતચીતમાં એક વર્ષ બાદ હજુ પણ તેને યાદ આવતી એ ગોઝારી યાદો વ્યક્ત કરી હતી. રીટાને ખાવા-પીવાનો ખૂબ જ શોખ હતો પણ કશું જ ખાઈ શકતી ન હતી. તેને તે સમયે કોઈપણ ખાણીપીણીમાં કોઈ સ્વાદ જ આવતો ન હતો. પરિવારને માત્ર ફોન પર જોઈને પોતાની હિંમત વધારતી હતી. ખુબજ તણાવમાં રહેતી હતી. તે સમયે કોરોના કોઈ ને પણ આવે એટલે કોઈ જણાવતું હતું નહીં. કારણ કે પરિવાર થી દૂર થવાની બીક અને તેની સારવારની રીત કોઈ ને ખ્યાલ ન હતો એટલે તે સમયે સિવિલ હોસ્પિટલના 14 દિવસ ખૂબ જ તણાવ ભર્યા રહયા હતા. બસ એક વિચાર આવતો ક્યારે જલ્દી સારી થાવ અને ડિસ્ચાર્જ થઈ ને પરિવાર પાસે જાઉં.

પબ્લિક ગેધરિંગ ( જાહેર મેળવેલા – લગ્ન પ્રસંગ કે અન્ય ) જગ્યાઓ પર જવાનું જ ટાળો

વધુમાં રીટાએ watchgujarat.com સાથેની વાતમાં જણાવ્યું હતું કે મેં ખુબજ નજીક થી કોરોનાની અસર ને જોઈ છે. ત્યારે પછી આજ દિન સુધી ખૂબ જ સાવચેત રાહુ છું. હું જોઈ રહી છું આજે એક વર્ષ પછી કોરોનાની સ્થિતિ વધુ બગડી છે ત્યારે આજે જ્યારે લોકોએ ધ્યાન રાખવાની જરૂર છે, કાળજી લેવાની જરૂર છે, તે કોઈ જ નથી લઈ રહ્યું, હું આજે પણ માસ્ક ફરજીયાત ઉપયોગ કરૂં છું, પબ્લિક ગેધરિંગ ( જાહેર મેળવેલા – લગ્ન પ્રસંગ કે અન્ય ) જગ્યાઓ પર જવાનું જ ટાળી દીધું છે. મારી જીવવાની લાઈફ સ્ટાઇલ બદલી છે. અને તે આજે ખૂબ જ જરૂરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઘરમાં કોઈ પણ ચીજ વસ્તુ લેવામાં આવે તો તેને પહેલા સેનેટાઇઝ ફરજીયાત કરીએ છીએ

રીટા જણાવતા કહ્યું કે, મારો સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો છતાં પણ મારી બોડીમાં તો વિકનેસ જ હતી. મને નોર્મલ થતા 2 મહિના લાગ્યા છે. એટલે ત્યાર બાદ થી તો ઘરમાં ખુબજ તકેદારી વધી ગઈ છે. આજે પણ ઘરમાં કોઈ પણ ચીજ વસ્તુ લેવામાં આવે તો તેને પહેલા સેનેટાઇઝ ફરજીયાત કરીએ છીએ. શાકભાજી લાંબો સમય ધોયા બાદ જ ઉપયોગમાં લઈએ છીએ.

બીજી મહત્વની વાત રીટાએ જણાવી હતી કે, તેને પહેલે થી જુદી જુદી વાનગીઓની ખાણી પીણીનો ખૂબ જ શોખ રહ્યો છે પરંતુ આજે એક વર્ષ થી તેને બહાર હોટલ રેસ્ટોરન્ટમાં જવાનું પણ બંધ કરી દીધું છે.આજે સારી સારી ડિશ તે ઘરે બનાવી જે આનંદ માણી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud