યોગી ગાર્ડનને પાટીદાર ગાર્ડન નામ આપવાનો મામલો આવનાર સમયમાં તુલ પકડી શકે છે.
લોકલાગણીનું કારણ આગળ ધરીને નવું નામ આપ્યાનું આપના કોર્પોરેટરનું રટણ
આપના કોર્પોરેટર ધર્મેશ ભંડારી ગાર્ડનનું નવું નામ યથાવત રાખવા માટે મ્યુનિસીપલ કમિશ્નરને રજુઆત કરશે
WatchGujarat. સુરતના પુણા સીમાડા રોડ પર આવેલા ગાર્ડનનું નામ યોગી ગાર્ડનમાંથી બદલી પાટીદાર ગાર્ડન કરી દેવામાં આવ્યું છે. વોર્ડ નબર 17 ના આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ઘણા સમયથી લોકોની માંગ હતી કે આ ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન કરવામાં આવે જેથી લોકોએ આ ગાર્ડનનું નામ બદલ્યું છે. આ અંગે મનપા કમિશ્નરને રજૂઆત કરાશે કે ગાર્ડનનું નામ હવે બદલવામાં ન આવે.
https://youtu.be/NORiU5SWmhg
સુરતના પુણા સીમાડા રોડ પર ટીપી સ્ક્રીમ નબર 68 માં આવેલા ગાર્ડનનું નામ યોગી ગાર્ડનમાંથી બદલી પાટીદાર ગાર્ડન કરી દેવામાં આવ્યું છે. આ અંગે વોર્ડ નબર 17 ના આપના કોર્પોરેટર ધર્મશ ભંડેરીએ જણાવ્યું હતું કે મનપા દ્વારા આ ગાર્ડનનું નામ પહેલા પાટીદાર ગાર્ડન નામ જ આપવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં તેનું નામ બદલીને યોગી ગાર્ડન કરી દેવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાય સમયથી લોકોની માંગ હતી કે આ ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન રાખવામાં આવે. અને મોટી સંખ્યામાં લોકો આ અંગે તેઓની મુલાકાત પણ કરી ગયા હતા. દરમ્યાન લોકોએ જ આ ગાર્ડનનું નામ બદલી પાટીદાર ગાર્ડન કરી દીધું છે. આ અંગે તેઓ મનપા કમિશ્નરને રજૂઆત કરશે કે લોક લાગણીને ધ્યાને રાખી આ ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન જ રાખે. હવે નામ બદલમાં ન આવે.
લોકલાગણીને ધ્યાને રાખીને મ્યુનિસીપલ કમિશ્નરને રજૂઆત કરાશે
વોર્ડ નબર 17 ના આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે આ અંગે હવે તેઓ મનપા કમિશ્નર બી.એન. પાનીને રજૂઆત કરશે કે આ લોકોની લાગણી છે. જેને ધ્યાનમાં લેવામાં આવે અને ગાર્ડનનું નામ પાટીદાર ગાર્ડન જ રાખવામાં આવે. અને હવે તે નામને બદલમાં ન આવે તેવી રજૂઆત કરાશે.