• પ્રેમિકા અંગે તેના પરિવારને જાણ કરી પ્રેમી હોસ્પિટલ લઈ જતાં ડોક્ટરોએ મૃત જાહેર કરી
  • યુવતીનો પરિવાર પ્રેમી અંગે જાણતો હતો, નવા વર્ષની ઉજવણી માટે પ્રેમી જોડુ હોટેલમાં આવ્યું હતું

 

#Surat - પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગયા બાદ યુવતી સવારે ઊઠી જ નહીં, હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરી

WatchGujarat. સુરત શહેરના પીપલોદ વિસ્તારની હોટલના રૂમમાંથી બેભાન મળી આવેલી કતારગામની યુવતીને સિવિલ હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ છે. યુવતી તેના પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગઈ હતી. જોકે રાત્રે સૂતા બાદ સવારે નહીં ઊઠતાં પ્રેમીએ પ્રેમિકાના પરિવારને જાણ કરી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ યુવતિના મોતનું સાચું કારણ જાણી શકાશે.

#Surat - પ્રેમી સાથે નવા વર્ષની ઉજવણી કરવા હોટલમાં ગયા બાદ યુવતી સવારે ઊઠી જ નહીં, હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કરી

કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં તન્વી દિલીપભાઈ ભાદાણી(ઉં.વ.22) પરિવાર સાથે રહેતી હતી. તન્વી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે અંગે તેનો પરિવાર પણ જાણતો હતો. દરમિયાન ગત રોજ નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી હોટલમાં ગયાં હતાં.

યુવતીનો પ્રેમી પંકજ ગોહિલ કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું હતું. પંકજ ગોહિલ સાથે હોટલમાં નવા વર્ષની ઉજવણી કર્યા બાદ આજે સવારે ઊંઘમાંથી નહિ જાગતાં પરિવારને જાણ કરી 108 મારફતે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યાં હતાં, જ્યાં ફરજ પર હાજર તબિબોએ તેને મૃત જાહેર કરાઈ હતી.

મૃતક તન્વીના પિતા દિલીપભાઈ ભાદાણી ડાયમંડ પાર્ટ્સની દુકાન ચલાવે છે. તન્વી પરિવારની એકની એક દીકરી હતી. તન્વી અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતી. તન્વીના રહસ્યમય મોતને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જોકે પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.

More #Girl #found #dead #after #celebrated #news #year party #પ્રેમી #in #hotel room #Surat News #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud