ઉત્તરાયણ હોવાને કારણે પુત્રી હોમવર્ક કરવાનું ટાળતી હતી
વારંવાર કહેવા છત્તા ન માનતા આખરે માતાએ ટીચરને ફોન કરી ફરિયાદ કરી
માઠુ લાગી આવતા ખુશીએ પોતાના રૂમમાં જઇ અંતિમ પગલું ભર્યું
WatchGujarat. આત્મહત્યા કરી લેવી જાણે વિદ્યાર્થીઓ માટે હાલ રમત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી ખુશી પટેલની માતાએ દીકરી અભ્યાસ ન કરતી હોવાની ફરિયાદ ટીચરને કરતા 15 વર્ષની પુત્રીએ ઝેરી દવા પી આપઘાત કરી લેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
15 વર્ષીય ખુશી પટેલ રોજ ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરતી હતી. ઉત્તરાયણ હોવાને કારણે અભ્યાસ ન કરતા ખુશીની માતાએ તેને અભ્યાસ કરવા ઠપકો આપ્યો હતો. પરંતુ ખુશી એ માતાની વાત ના સાંભળી પતંગ ઉડાવવા જતી રહી હતી. માતાએ ખુશીને હોમવર્ક કરવા માટે વારંવાર કહેવા છતાં ખુશી એ તેમની વાત સાંભળી ન હતી. ખુશી એની માતાએ આ બાબતે ખુશી ને કહ્યું હતું કે, હોમવર્ક નથી કરતી તો હું તારી ટીચર ને હમણાં જ ફોન કરીને તારી કમ્પ્લેન કરું છું. પણ ખુશી એ માતાની વાત સાંભળી ન હતી. છેવટે ખુશીની માતાએ ખુશીના સામેથી તેના ટીચર ને ફોન કરી ખુશીની ફરિયાદ કરી હતી. જેથી ખુશી ખુબ જ ગુસ્સે ભરાઈ હતી..
ટીચર ને કમ્પ્લેન કરવાની વાતને લઈને ખુશીને લાગી આવતા તે રૂમમાં જતી રહી હતી. અને ત્યાં ઝેરી દવા પી આપઘાત પગલું ભર્યું હતું. રૂમમાં ખુશી બેભાન અવસ્થામાં જોવા મળતા તેના માતા-પિતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત્યુ જાહેર કરી હતી કરી. ખુશીના માતાને ખ્યાલ પણ ન હોતો કે ખુશી તેની વાતનું આટલું ખોટું લાગી આવશે કે તે આત્મહત્યાનો પગલું ભરી લેશે. દીકરીના મોત પરિવારમાં માતમ ફેરવાઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી પુછપરછ શરૂ કરી હતી. જે બાદ પોલીસે ખુશ્બુ ના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે