• તાપી નદીના બ્રીજ પર એક યુવતી પહોચી હતી
  • યુવતિ નદીમાં આખરી છલાંગ લગાવવા જતા લોકોએ સમયસુચકતા વાપરીને બચાવી
  • આ જો કે યુવતી આપઘાત કેમ કરવા માંગતી હતી તે અંગે હાલ કોઈ માહિતી મળી ન હતી
  • મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજો ઉપર લોખંડની જાળીઓ લગાવવામાં આવી ત્યારથી બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાના બનાવમાં ઘટાડો થયો છે

WatchGujarat. સુરતના કપોદ્રા બ્રીજ પરથી તાપી નદીમાં આપઘાત કરવા માટે એક યુવતી જઈ રહી હતી. જો કે, ત્યાંથી પસાર થતા લોકોએ યુવતીને જોઈ લેતા હેમખેમ રીતે તેને પકડીને બચાવી લીધી હતી. બાદમાં આ મામલે પોલીસને જાણ કરી યુવતીને પોલીસને સોપવામાં આવી હતી.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા તાપી નદીના બ્રીજ પર એક યુવતી પહોચી હતી. અને તે બ્રીજ પર લગાવેલા જાળી પર ચડીને તાપી નદીમાં કુદીને આપઘાતનો પ્રયાસ કરવા જઈ રહી હતી. દરમ્યાન ત્યાંથી પસાર થતા લોકોની નજર આ યુવતી પર પડી હતી. જેથી ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. અને બાદમાં યુવતીને આપઘાત કરવા જતા હેમખેમ પકડી લીધી હતી. લોકોએ ભારે જહેમત બાદ યુવતીને બચાવી લીધી હતી. અને યુવતીને આપઘાત ન કરવા સમજાવી હતી. જો કે ત્યારબાદ પોલીસને આ મામલે જાણ કરવામાં આવી હતી અને પોલીસ યુવતીને સાથે લઇ ગયી હોવાનું જાણવા મળ્યું હતું. આ જો કે યુવતી આપઘાત કેમ કરવા માંગતી હતી તે અંગે હાલ કોઈ માહિતી મળી ન હતી. આ વિડીયો હાલ શોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાપી નદીના તમામ બ્રિજો પરથી આત્મહત્યાના બનાવો રોકવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા લોખંડ ની જાળી લગાવવામાં આવી હતી પરંતુ કેટલાક લોકો જાડી ઉપરથી કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હોય છે પરંતુ લોખંડની જાળીના કારણે કોઈ કૂદે તે પહેલાં જ રાહદારીઓ દ્વારા તેમને બચાવી લેવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા જે બ્રિજો ઉપર લોખંડની જાળીઓ લગાવવામાં આવી ત્યારથી બ્રિજ પરથી કૂદીને આત્મહત્યા કરવાના બનાવમાં ઘટાડો થયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud