• લગ્નના દિવસે મતદાન કરી પ્રભુતાના પગલા માંડતી ડે. કમિશ્નરની પુત્રી 
  • મતદાન એ અમારા માટે લગ્નથી પણ વિશેષ મહત્વપૂર્ણ છે – અલકા 
  • મતદાન મથક પર આ યુગલને જોઈ અન્ય મતદાતાઓને પણ આનંદ થયો
WatchGujarat. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં એવા પણ યુવા મતદારો જોવા મળ્યાં હતાં, જેમણે સપ્તપદીના સાત ફેરા ફરતાં પહેલા મતદાનની ફરજ અદા કરી છે. તા.21 મીએ મતદાનના દિવસે જ સુરત મહાનગરપાલિકાના ડે.કમિશનર રાજેશ પંડ્યાની પુત્રી અલકાના લગ્ન હોવા છતાં તે ભાવિ પતિ મિત સાથે મતદાન મથકે પહોંચીને મતદાન કર્યું હતું. લગ્નના તાંતણે બંધાવા જઈ રહેલાં આ યુગલે પોતાના લગ્ન જેવા શુભ પ્રસંગે પણ લોકશાહીની ફરજ ન ભૂલીને અન્ય મતદારોને પ્રેરણા આપી છે. તેમણે વોર્ડ નં.21 ની ચૂંટણી અંતર્ગત પીપલોદ ખાતે આવેલી નગર પ્રાથમિક શાળા નં 04 ના બુથ પર જઈને મતદાન કર્યું હતું.
હાથમાં મીંઢળ સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહેલા અલકા અને મિતે જણાવ્યું હતું કે, ‘જે રીતે લગ્ન એ પરિવાર માટે ખુશીનો પ્રસંગ હોય છે, એ જ રીતે ચૂંટણી એ દેશનો પ્રસંગ અને પર્વ છે. મતદાન એ અમારા માટે લગ્નથી પણ વિશેષ મહત્વપૂર્ણ છે. અમારા પરિવારે ‘પહેલા મતદાન, પછી કન્યાદાન’’ ની ભાવનાથી અમને મતદાનની ફરજ અદા કરવાની પ્રેરણા આપી હતી.
એટલે જ અમે મતદાન કરી લગ્નની પળને વધુ યાદગાર બનાવી છે. અમારા લગ્ન હોવા છતાં અમે ભારતીય નાગરિક તરીકેની ફરજ નિભાવવાનો સંકલ્પ કર્યો હતો. સૌએ તમામ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ. દેશને સશક્ત બનાવવા વધુમાં વધુ મતદાન જરૂરી છે.’ મતદાન મથક પર આ યુગલને જોઈ અન્ય મતદાતાઓને પણ આનંદ થયો હતો.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud