• ટેમ્પો ડ્રાઇવરે ગત તા. 12 ફેબ્રુઆરી 2019ના રોજ બે મિત્રોને રૂ,1.50 ઉછીના આપ્યા હતા
  • મિત્રોએ પૈસા આપવાને બદલે ગલ્લા તલ્લા શરૂ કરી દીધા
  • લોકડાઉન દરમિયાન રાજેન્દ્રભાઇ આર્થિક ભીંસમાં આવી જતા આખરે કંટાળી ટેમ્પો ડ્રાઇવરે આત્મહત્યા કરી
  • પોલીસ તપાસમાં મળી આવેલ સુસાઇડ નોટના આધારે બે મિત્રો વિરૂધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો
  • પોલીસે બંને મિત્ર લક્ષ્મણ અને જીતુની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા
  • સુરતમાં વ્યાજખોરો અને માથાભારે તત્વોનો ત્રાસ સતત વધ્યો

WatchGujarat  ઉછીના આપેલા રૂ.1.50 લાખ પરત નહીં આપતા આર્થિક તંગીમાં સપડાયેલા ટેમ્પો ડ્રાઇવરે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેવાના બનાવમાં ડીંડોલી પોલીસે સુસાઇડ નોટના આધારે બે મિત્રો વિરૂધ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. ડીંડોલી ઉમિયાનગરમાં રહેતા રાજેન્દ્ર રામા પાટિલ ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

રાજેન્દ્રભાઇએ ગત તા.12 ફેબ્રુઆરી 2019ના રોજ ડીંડોલી રામીપાર્ક સોસાયટીમાં રહેતા મિત્ર લક્ષ્મણ ચંદ્રસિહ ગિરાસેને રૂ.1.50 લાખ ઉછીના આપ્યા હતા. આ વ્યવહારમાં પરિચિત જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભગવાન મોરેએ બાંહેધરી લીધી હતી. રાજેન્દ્રભાઇને પૈસાની જરૂર ઉભી થતા તેમણે ઉઘરાણી શરૂ કરી હતી. જેથી લક્ષ્મણે ચેક આપ્યો હતો. જોકે રાજેન્દ્રભાઇ દ્વારા આ ચેકને બેંકમાં ભરતા રીટર્ન થયો હતો. ત્યારબાદ લક્ષ્મણ અને જીતુએ પૈસા આપવાને બદલે ગલ્લા તલ્લા શરૂ કરી દીધા હતા. લોકડાઉન દરમિયાન રાજેન્દ્રભાઇ આર્થિક ભીંસમાં આવી ગયા હતા. અને મિત્રનો આપેલા નાણાં પરત નહીં મળતા આખરે કંટાળી રાજેન્દ્રભાઇએ તા.4 જુનના રોજ પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.

આ બનાવ અંગે ડીંડોલી પોલીસે પહેલા અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. જેમાં તપાસ દરમિયાન એક સુસાઉડ નોટ પોલીસના હાથે લાગી હતી.સુસાઇડ નોટમાં આખી ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પોલીસેની તપાસમાં હકીકત જાણતા પાંચ મહિના બાદ ડીંડોલી પોલીસે લક્ષ્મણ અને જીતુ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે લક્ષ્મણ અને જીતુની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં વ્યાજખોરો અને માથાભારે તત્વો નો ત્રાસ સતત વધી રહ્યો છે, જેને લઈ નાના અને વ્યાજે લીધેલા લોકો ભોગ બની રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud