• કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અહેમદ પટેલના પરિવારના સભ્યોને દિલસોજી આપવા પીરામલ ગામે આવ્યા હતા
  • કોંગી રાષ્ટ્રીય નેતાઓ અહેમદ પટેલના પરિવારના સભ્યોને દિલસો આપી સુરત એરપોર્ટ પરત ફરી રહ્યા હતા
  • સુરત એરપોર્ટ પર કોનવેમાં અન્ય ગાડીઓ ઘુસી જતા નેતાઓની ગાડી અટવાઈ હતી

WatchGujarat કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અહેમદ પટેલના પરિવારના સભ્યોને દિલસોજી આપવા માટે દિલ્હીથી વાયા સુરત થઈને ભરૂચ નજીકના પીરામણ ગામે ગયા હતા. અને ત્યારબાદ સુરત પરત ફર્યા હતા. ત્યારે કોનવેમાં અન્ય ૪ ગાડીઓ ઘુસી ગઇ હતી. જેના કારણે નેતાઓની ગાડી અટવાઈ પડી હતી. ત્યારે સુરત પોલીસ અને NSG દોડતી થઇ ગયી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. અહેમદ પટેલના નિધનના પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અહેમદ પટેલના પરિવારના સભ્યોને દિલસોજી આપવા માટે દિલ્હીથી વાયા સુરત થઈને ભરૂચ નજીકના પીરામણ ગામે ગયા હતા. અને ત્યારબાદ પરત જવા બાયરોડ સુરત એરપોર્ટ પર પહોચ્યા હતા.

આ દરમ્યાન સુરત એરપોર્ટ પર કોનવેમાં અન્ય ગાડીઓ ઘુસી જતા નેતાઓની ગાડી અટવાઈ હતી. જેના પગલે સુરત અરપોર્ટ પર તૈનાત પોલીસ દોડતી થઇ ગયી હતી. પોલીસે અન્ય ઘુસેલી ગાડીઓને તાત્કાલિક હટાવી હતી. અને ત્યારબાદ નેતાઓની ગાડી સુરત એરપોર્ટમાં પ્રવેશી હતી. જો કે સિક્યુરિટીના કારણે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની કાર બદલવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વિપક્ષી નેતા ગુલામનબી આઝાદ,હરિયાણાના માજી મુખ્યમંત્રી ભુપેન્દ્રસિંહ હુડ્ડાં,તેમના સાંસદ પુત્ર દીપેન્દ્ર હુડડા સાંસદ આનંદ શર્મા, કનિષ્કાશિંહ પણ તમામ નેતાઓ સુરતથી બાયરોડ અહમદ પટેલના નિવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપવા ગયા હતા. અને પરત ફરતી વેળાએ સુરત એરપોર્ટ પર આ તમામ નેતાઓને ઝેડ પ્લસ સુરક્ષા હોવા છતાં આ ઘટના બની હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud