પોલીસે રૂ, 13.19 લાખ રોકડા મળી કુલ રૂ, 15.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ગારમેન્ટની દુકાનમાં દિલ્હી કેપિટલ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ પર સટ્ટો રમાય રહ્યો હતો
સુરત. ગારમેન્ટની દુકાનમાં આઈપીએલ મેચ પર સટ્ટો રમી રહેલા ૬ સટ્ટોડીયાઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પોલીસે રૂ, 13.19 લાખ રોકડા, મોબાઈલ, ટીવી અને બાઈક મળી કુલ રૂ, 15.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
હાલ આઈપીએલની અંતિમ તબ્બકાની મેચ ચાલી રહી છે. અગાઉ પણ આઈપીએલ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા જુગારીઓને સુરત પોલીસે ઝડપી પાડ્યા હતા. પરંતુ આ વખતે ગારમેન્ટની દુકાનમાં સટ્ટો રમતા ૬ જુગારીઓને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, બાલાજી રોડ પર આવેલા નાની છીપવાડના એન્ટિક હાઉસની બાજુમાં આવેલા ત્રણ માળની બિલ્ડિંગના ત્રીજા માળે આવેલી નવકાર ગારમેન્ટની દુકાનમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાય રહ્યો છે.
બાતમી મળતા જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. ત્યારે ગારમેન્ટની દુકાનમાં દિલ્હી કેપિટલ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહેલી મેચ પર સટ્ટો રમતા 6 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી મોબાઈલ, ટીવી અને બાઈક અને રૂ, 13.19 લાખ રોકડા મળી કુલ રૂ,15.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 6 આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
[caption id="attachment_8804" align="aligncenter" width="1280"] ગારમેન્ટની દુકાનમાં IPLની અંતિમ તબ્બકાની મેચ પર સટ્ટો રમી રહેલા 6 ઝડપાયા[/caption]
દિલ્હી કેપિટલ અને મુંબઈ ઈન્ડિયન્સની મેચ પર આ લોકો સટ્ટો રમી રહ્યા હતા
સંજયકુમાર ચમનલાલ મહેતા(ઉ.વ.40, રહે કૃષ્ણભૂમિ એપાર્ટમેન્ટ,કતારગામ )
ભાવિક કાંતિલાલ દાતરાણીયા(ઉ.વ.32, રહે કતારગામ,]
નગીનકુમાર મણીલાલ પારેખ(ઉ.વ.40 રહે, કતારગામ )
ભવ્ય નવીનભાઈ ગોડા(ઉ.વ.39, ગુજરાત ગેસ સર્કલ પાસે અડાજણ)
ગજેન્દ્રસિંહ રણછોડસિંહ રાઠોડ(ઉ.વ.25, રહે ગોપીપુરા, સુરત)
દર્શીલ ધીરજલાલ મહેતા(ઉ.વ.22 રહે, નવયુગ કોલેજ પાસે,અડાજણ)