• સામાન્ય લોકો માસ્ક ના પહેરે તો મનપા મસમોટો દંડ વસુલે છે, ધારાસભ્ય માસ્ક ના પહેરે તો શું?
  • ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો

#SURAT - BJP MLA વી.ડી.ઝાલાવડીયાએ પૌત્રીની બર્થ ડેની ઉજવણીમાં માસ્ક ન પહેરતા વિવાદ

WatchGujarat  MLA – સુરતમાં ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાએ પૌત્રીની જન્મદિવસની ઉજવણી માસ્ક પહેર્યા વગર જ કરતા વિવાદ ઉભો થયો છે. તેઓની ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જો કે સામાન્ય લોકો સરકાર દ્વારા જારી કરવામાં આવેલ કોરોનાની ગાઈડ લાઇનનું પાલન ન કરે તો તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ સરકારની ગાઈડ લાઈનનું અમલ કરવાની સલાહ આપતા ધારાસભ્ય જ તેનું અમલ ના કરે તો તેના કોઈ પણ કાર્યવાહી થતી નથી.

સામાન્ય લોકોને કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા સલાહ આપતા સુરતના ધારાસભ્યે જ નિયમનું ઉલ્લધન કર્યાનું સામે આવ્યું છે. સુરતમાં ભાજપના ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયાએ પૌત્રીની જન્મદિવસની ઉજવણી કરી હતી. જેમાં તમામ લોકો માસ્ક વિના જ જોવા મળ્યા હતા. આ વિડીયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થતા લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ નેતાઓ જ લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડીસટન્સનું પાલન કરવાની સલાહ આપે છે. તો બીજી તરફ આ જ નેતાઓ નિયમની ધજીયા ઉડાવી રહ્યા છે. અને માસ્ક ન પહેરવા બદલ મનપા લોકો પાસેથી મસમોટો દંડ પણ વસુલી રહી છે. ત્યારે આવા નેતાઓ સામે કેમ કોઈ કાર્યવાહી થતી નથી. તેવા પણ સોશિયલમીડિયામાં લોકોએ સવાલ ઉઠાવ્યા છે.

જોકે આ વિડીયો કઈ જગ્યાનો છે તે હજી જાણવા મળ્યું નથી. પરંતુ સુરત કરંજ વિધાનસભાના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયા કોરોનાની ગાઈડલાઇનનું સરેઆમ ભંગ કરી રહ્યા છે, તે વીડિયોમાં સ્પષ્ટ રીતે રીતે દેખાઈ રહ્યું છે. ઉજવણી દરમિયાન અન્ય લોકો પણ સામેલ થયા હોય તેમ જોવા મળ્યું હતું.

More #MLA #BJP #VD Zalavadiya #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud