સુરતના મહિધરપુરા પોલીસે ગત મોડી રાત્રે ડેરી રોડ પરના સરદાર નગર સોસા.માં દરોડો પાડ્યો હતો.
પોલીસના દરોડામાં 9 માલેતુજારૂઓને રંગે હાથ જુગાર રમતા ઝડપી પાડ્યાં હતા.
પોલીસે માલેતુજારો પાસેથી દાવ પરના રોકડ રૂ. 5 લાખ અને લકઝૂરીયસ કાર સહીત 85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસની આ આદભુત કામગીરી એક ભુલના કારણે વિવાદમાં સપડાઇ
સુરત. ગુજરાતમાં દારૂબંધી અને જુગાર રમવા પર સખ્ત પ્રતિબંધ છે. આ ગેરકાયદેસર પ્રવૃતિઓને અંજામ આપતા લોકો પર પોલીસની સતત ચાંપતી નજર હોય છે. ત્યારે સામાન્ય રીતે પોલીસ દારૂની પાર્ટી અથવા તો જુગારધામ પર દરોડા પાડે ત્યારે સ્થળ પરથી મળી આવતો મુદ્દામાલ કાયદા મૂજબ પોલીસ સ્ટેશન લાવીને જમા કરવાનો હોય છે. પરંતુ સુરત શહેરના મહિધરપુરા પોલીસે હાઇપ્રોફાઇલ જુગારધામમાંથી કબજે કરેલા માલેતુજારૂઓની લકઝૂરીયસ કાર્સ પોલીસ સ્ટેશન લાવવાને બદલે સુરત મહાનગર પાલિકાના મલ્ટીલેવલ પાર્કીગમાં મૂકાવા વિવાદનો મધપુળો છંછેડાયો છે.
સુરતની મહિધરપુરા પોલીસે સુમુલ ડેરી રોડ પર સરદારનગર સોસાયટીમાં આવેલા એક બંગલામાં મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં 9 જેટલા શખ્સોની જુગાર રમતા ધરપકડ કરવામાં આવી હતી. જુગારમાં પકડાયેલા આ તમામ શખ્સો માલેતુજાર ઘરના હતા. પોલીસે તેમની પાસેથી બે મર્સીડીઝ અને એક ક્રેટા કાર મળીને કુલ રૂપિયા 85 લાખના મુદ્દામાલ સહીત 5 લાખ રૂપિયા રોકડા કબ્જે કર્યા હતા. જો કે રાત્રે પકડાયેલા તમામ 9 આરોપીઓને સવારે જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા. બેવડી નીતિ એ દેખાઈ આવી હતી કે જુગારીઓ પાસેથી મળેલી તમામ મોંઘીદાટ ગાડીઓને પોલીસ સ્ટેશનમાં નહીં મૂકીને પાલિકાના પાર્કિંગમાં મુકવામાં આવી હતી. સામાન્ય રીતે પોલીસની કાર્યવાહી સામાન્ય જુગારીઓના કેસમાં અલગ હોય છે જયારે આ કિસ્સામાં માલેતુજાર હોવાથી પોલીસે કુણું વલણ અપનાવ્યુ હોય એ દેખાઈ આવ્યું છે.
સુરત પોલીસનું આ વલણ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે કારણ કે સામાન્ય કિસ્સાઓમાં જુગારીઓ પ્રત્યે પોલીસની કાર્યવાહી આ અપવાદરૂપ કિસ્સા કરતા વિપરીત હોય છે. પોલીસની કાર્યવાહી સામે જ સવાલો ઉભા થતા આ વલણ કોના ઈશારાથી કરવામાં આવ્યું ? કોની રહેમનજર હેઠળ જુગારીઓને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપવામાં આવી ? તેમની લક્ઝ્યુરિયસ ગાડીઓને કોના કહેવા પર પાલિકાના પાર્કિંગમાં મુકવામાં આવી તે સવાલો ઉઠવા પામ્યા છે
હાઇપ્રોફાઇલ જુગારધામમાંથી પોલીસના હાથે ઝડપાયેલા 9 માલેતુજારૂઓ
મિહિર કિશોર પટેલ
વિપુલ કિશોર પટેલ
મનહર જયરામ પટેલ
જયદિપ કમલેશ બ્રહ્મભટ્ટ
દિનેશ ગોરધન પટેલ
અશ્વિન સુરેશ પટેલ
રાકેશ ધીરૂભાઇ ભદાણી
જીગ્નેશ હરેન્દ્ર પટેલ
મુકેશ હિમ્મત માલાણી