સુરતના પાંડેસરા વિસ્તારના વિસ્તારના ગણેશનગરમાં દિવાળીની રાત્રી DJની ધૂનમાં યુવકો નાચી રહ્યાં હતા.
DJની ધૂન પર ઝૂમી રહેલા પિન્ટુ જાધવે સુતળી બોમ્બ મોઢામાં મૂકી ફોડ્યો
વિડિઓ બનાવવા માટે સ્ટન્ટ કરાયો હોવાનુ ચર્ચાઇ રહ્યું છે.
યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
નોંધઃ- આ પ્રકારનુ દુઃસાહસ કોઇએ પણ ક્યારે ન કરવુ જોઇએ
[caption id="attachment_14272" align="aligncenter" width="2560"] (મોઢામાં સુતળી બોમ્બ મૂકી ફોડનાર ઇજાગ્રસ્ત યુવક)[/caption]
સુરત. દિવાળીના તહેવારની લોકો દર વર્ષે અવનવી રીતે ઉજવણી કરતા હતા. દિવાળાના તહેવારનો તમામ ધર્મના લોકોમાં એક અનેરો ઉત્સાહ હોય છે. ત્યારે સુરત શહેરમાં દિવાળીની ઉજવણી DJના તાલે કરી રહેલા એક યુવકે પોતાના મોઢામાં સુતળી બોમ્બ મૂકી ફોડવાનો દુઃસાહસ કર્યો હતો. પરિણામે બેભાન થતાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી હતી.
શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં પરિવાર સાથે રહેતો મૂળ બિહારનો પિન્ટુ જાધવ (28) નજીકમાં આવેલી મીલમાં કામ કરે છે. દરમિયાન ગત રોજ DJના તાલે ઝૂમી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહીં હતી. જ્યાં પિન્ટુ પણ આ ઉજવણીમાં શામિલ હતો. તેવામાં અચાનક તેણે પોતાના મોઢામાં સુતળી બોમ્બ મૂકી ફોડવાનો દુઃસાહસ કર્યો હતો. મોઢામાં બોમ્બ ફુટતાની સાથે જ પિન્ટુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બેભાન થઇ ગયો હતો. જેથી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે યુવક દ્વારા દિવાળી ટાણે મોઢામાં સુતળી બોમ્બ મૂકી ફોડતા વિડિઓ બનાવતા સમયે આ ઘટના બની હોવાનુ સ્થાનિકોમાં ચર્ચાઇ રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ લોકો એકઠા થયા હતા અને તાત્કાલીક 108 બોલાવી ઇજાગ્રસ્ત પિન્ટુને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોઢામાં સુતળી બોમ્બ ફોડવાનુ દુઃસાહસ કરવાથી તેના મોઢામાં મલ્ટીપલ ફ્રેકટર થયા હોવાનુ જાણવા મળી રહ્યું છે. જોકે હાલ ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહીં હોવાની વિગતો જાણવા મળી રહીં છે.