• પીપલોદના બિલ્ડરની કારને મંગળવારેવહેલી સવારે મહારાષ્ટ્રના ચારોટી પાસે અકસ્માત નળ્યો
  • આગળ ચાલતા ટેન્કરનું ટાયર ફાટ્યું અને કાર ધડાકાભેર અથડાઈ
  • કારમાં સવાર પિતા અને ભાઇનુ મોત, જ્યારે કેનેડાથી આવેલી નિધિનો ચમત્કારી બચાવ થયો હતો.
અકસ્માતમાં નિધિનો આબાદ બચાવ થયો હતો.

સુરત. કેનેડાથી ત્રણ વર્ષે પરત આવતી દીકરી અને બહેનને ઉમળકા ભેર લેવા ગયેલા પિતા અને પુત્રને ક્યા ખબર હતી કે, આ ખુશી માત્ર ગણતરીના કલાકો પૂરતી જ છે. દીકરીને પરત લઈને પાછા ફરી રહેલા સુરતના પીપલોદના પિતા પુત્રને મહારાષ્ટ્ર્ના ચારોટી નજીક અક્સમાત નડતા બન્નેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જયારે પરત ફરેલી દીકરી અને ડ્રાઈવરને નાની મોટી ઈજાઓ થઇ હતી.

સુરતના પીપલોદના તિરુપતિનગરમાં રહેતા 52 વર્ષીય રાજીવ રજનીકાંત પાયજીવાલા કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે.  રાજીવભાઈ 20 વર્ષીય પુત્ર હર્ષલ સાથે કેનેડાથી પરત ફરેલી દીકરી નિધિને મુંબઈ એરપોર્ટ ખાતે લેવા માટે ઘરેથી નિકળ્યાં હતા. મુંબઈ એરપોર્ટ પરથી અંદાજીત અઢી વાગે એક પ્રાઇવેટ કેબમાં દીકરીને લઈ સુરત પરત ફરી રહ્યા હતા. દરમિયાન મંગળવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ મહારાષ્ટ્રના ચારોટી પાસે આગળ ચાલતા એક ટેન્કરનું અચાનક ટાયર ફાટી જતા રાજીવભાઈની કાર ધડાકાભેર ટેન્કર સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં પુત્ર હર્ષલ અને રાજીવભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. જ્યારે નિધિ તેમજ ડ્રાઈવરને નજીવી ઇજા થઇ હતી.

કાર અકસ્માતમાં પિતા-પુત્રનુ મોત

3 મહિના માટે આવેલી નિધિ પિતા-ભાઈ સાથે ગણતરીના કલાકો જ રહી શકી

નિધિ પાયજીવાળા  છેલ્લા ચાર વર્ષથી કેનેડામાં સ્થાયી થઇ હતી. અને પીઆર માટે એનું કામ ચાલુ હતું. દરમિયાન કેનેડામાં શિયાળો શરૂ થતા નિધિ ત્રણ મહિના માટે તેના ફેમિલી સાથે થોડો સમય રહેવા સુરત આવી હતી. પરંતુ નિધિની વક્રતાએ થોડો સમય તો દૂર પરંતુ પોતાના વ્હાલસોયા ભાઈ એને પિતા સાથે માત્ર ગણતરીના કલાકો જ રહી શકી હતી. એની નજર સામે જ તેના પિતા અને ભાઈ નું મોત નીપજ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud