સુરતના મગદલ્લા રોડ સ્થિત સીવશુંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તસ્કરો ત્રાટક્યાં હતા.
એસ્ટેટમાં આવેલી અરૂણા ટેક્સટાઇલમાંથી રોકડ સહીત કુલ રૂ. 7.22 લાખની મત્તાની ચોરી કરવામાં આવી
ચોરી કરવા આવેલા શખ્સે 9 જેટલા CCTV કેમેરા પણ તોડી નાખ્યાં
સુરત. દિવાળીનો તહેવાર શરૂ થતાની સાથે જ ચોરી અને લુંટના અનેક બનાવો સમગ્ર રાજ્યામાંથી સામે આવી રહ્યાં છે. ત્યારે ગત મોડી રાત્રે સુરતના મગદલ્લા રોડ પરની એક ટેક્સટાઇલમાં ઘૂસેલા તસ્કરે CCTV કેમેરાની તોડફોડ કરી રોકડ રકમ સહીત કુલ રૂ. 7. 22 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે અંકલેશ્વરમાંબંદુકની અણીએ લુંટારૂ ટોળકીએ અંદાજીત 2થી 3 કરોડના સોનાના દાગીનાની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હોવાની ઘટના બની હતી.
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેરના મગદલ્લા રોડ સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર નજીક આવેલા શીવશંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નં. 26થી 29માં આવેલા અરૂણા ટેક્સટાઇલની સેલ ઓફિસમાં ચોર ત્રાટક્યો હતો. ચોરે સેલ ઓફિસના કાઉન્ટરની તોડફોડ કરી રોકડા 6.94 લાખ અને 25 નંગ સાડી મળી કુલ 7.22 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે
સુરતના ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર નજીક આવેલા શીવશંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગત મોડી રાત્રે 2:25 વાગ્યાના અરસામાં વ્હાઇટ કાપડ ઓઢી ધુંટણીયે ચાલીને આવેલા ચોરે ઓફિસના કુર્તી ડિપાર્ટમેન્ટની ગ્રીલ કોઇક સાધન વડે કાપી અંદર પ્રવેશી સીસીટીવી કેબલ કાપી નાંખી 9 કેમેરાની તોડફોડ કરી ચોરીનો કસબ અજમાવ્યો હતો. ચોરે સેલ ઓફિસના કાઉન્ટરની તોડફોડ કરી રોકડા 6.94 લાખ અને 25 નંગ સાડી મળી કુલ 7.22 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો. બીજા દિવસે સવારે ઓફિસે પહોંચેલા મેનેજર હિતેશ રાજેશ પાટીલ ઓફિસનો સરસામાન વેરવિખેર જોઇ ચોંકી ગયા હતા અને તુરંત જ માલિક સમ્રાટ પાટીલ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા દોડી આવેલી ખટોદરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે વ્હાઇટ કાપડ ઓઢી ઘુંટણીયે ચાલીને ચોરી કરવા આવનાર ચોરની શોધખોળ હાથ ધરી છે.
- સુરતના મગદલ્લા રોડ સ્થિત સીવશુંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તસ્કરો ત્રાટક્યાં હતા.
- એસ્ટેટમાં આવેલી અરૂણા ટેક્સટાઇલમાંથી રોકડ સહીત કુલ રૂ. 7.22 લાખની મત્તાની ચોરી કરવામાં આવી
- ચોરી કરવા આવેલા શખ્સે 9 જેટલા CCTV કેમેરા પણ તોડી નાખ્યાં