બોલીવુડ ફિલ્મ સ્ટાર પ્રીયંકા ચોપડા દ્વારા બિલ્ડરના કામના ટ્વીટર પર વખાણ કરાયા
પ્રકાશ ભાલાણીને તેમના મિત્રો આ કાર્ય બદલ સુરતના સોનુ સુદ તરીકે બિરદાવે છે
સેવાનો લાભ લેનાર વૃદ્ધ મા બાપ પણ આ દીકરાઓને આશીર્વાદ આપતા થાકતા નથી
સુરત. આજના કળિયુગના સમયમાં કોઈપણ દંપતિ શ્રવણ જેવા દીકરાની ઈચ્છા રાખે છે. કારણ કે શ્રવણે માતાપિતાની કરેલી સેવાથી કોઈ અજાણ નથી. શ્રવણને પોતાના વૃદ્ધ માતાપિતાની જે સેવા કરી હતી તેનું ઉદાહરણ આજે પણ આપવામાં આવે છે. પણ આજના સમયમાં આવા શ્રવણ ભાગ્યે જ જોવા મળે છે. તેવામાં સુરતના વરાછા વિસ્તારના કેટલાક સેવાભાવી લોકો દ્વારા આ જ શ્રવણના નામથી ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે.
વ્યવસાયે બિલ્ડર પ્રકાશ ભાલાણી અને તેમના મિત્રો દ્વારા આ શ્રવણ ટિફિન સેવા છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહી છે. આ ટિફિન સેવા શરૂ કરવા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એ જ વિચારીને કરવામાં આવ્યો હતો કે સુરતમાં એકલા રહેતા કોઈપણ વૃદ્ધ મા બાપ ભૂખ્યા ન રહે. આ સંસ્થા દ્વારા આવા લોકોનો સંપર્ક સાધીને તેમને ઘર બેઠા ગરમ ભોજન પીરસવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં 14 ટીફીનથી શરૂ કરેલી સેવા આજે 140 સુધી પહોંચી ગઈ છે.
મહત્વની વાત તો એ છે કે કોરોના અને લોકડાઉનના આ સમયમાં પણ શ્રવણ ટિફિન સેવા અવિરત ચાલુ રહી છે. શ્રમિકોને વતન વાપસી કરાવનાર સોનુ સુદની દેશ આખામાં વાહવાહી થઈ રહી છે. ત્યારે પ્રકાશ ભાલાણીને તેમના મિત્રો આ કાર્ય બદલ સુરતના સોનુ સુદ તરીકે બિરદાવે છે, જે વૃદ્ધ મા બાપ માટે શ્રવણ જેવા જ દીકરા સાબિત થયા છે. પ્રકાશ ભાલાણી એ જ બિલ્ડર છે જેમણે પોતાના ખાલી પડેલા ફ્લેટ ગરીબોને વિનામૂલ્યે રહેવા માટે આપ્યા છે જેની નોંધ બોલિવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ દીધી હતી.
તો બીજી તરફ આ સેવાનો લાભ લેનાર વૃદ્ધ મા બાપ પણ આ દીકરાઓને આશીર્વાદ આપતા થાકતા નથી. કોઈક કારણોસર આજે તેઓ પરિવાર સાથે રહી શકતા નથી. એવામાં જીવવા માટે સમયસર ભોજન પીરસતા આ દીકરા તેમના માટે શ્રવણ જેવા જ લાગે છે.