• લોકોમાં ટ્રાફીક અવેરનેસ લાવવા માટે ટ્રાફીક સુરક્ષા નામથી પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે
  • કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માત સર્જાયો હતો
  • બાઇક સ્લિપ થતા સામેથી આવતી ઇકો કારનું બેલેન્સ ગયું અને તે બે ટાયર પર ચાલવા લાગી
  • ઘટનાના સીસીટીવી જોતા બોલીવુડનો કોઇ ફિલ્મી દ્રશ્ય ભજવાઇ રહ્યું હોય તેવું જોવા મળ્યું
  • સદ્ભાગ્યે અકસ્માતમાં કોઇને ગંભીર ઇજાઓ પહોંચી નથી

WatchGujarat. સુરત નજીક આવેલા કોસંબા પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ગત 11મી માર્ચના રોજ કોસંબા નજીક સર્જાયેલા અકસ્માતમાં બાઇક સ્લીપ થતાં સામેથી આવતી કાર હવામાં ફંગોળાઈ પલટી ખાઇ ગઈ હતી. ઇકો કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર લોકોને તથા બાઇક પર જતા વ્યક્તિને ઈજા પહોંચી હતી. એક્સિડન્ટ બાદ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતની ઘટના બાદ તેના સીસીટીવી ફુટેજ સામે આવ્યા હતા. જેમાં ફિલ્મી સ્ટાઇલના દ્રશ્યો સર્જાયા હોવાનું જોવા મળ્યું હતું.

અથડાયા બાદ ઇકો કાર કેટલાક મીટર સુધી તો બે ટાયર હવામાં અને બે ટાયર પર રહી ચાલી

લોકોમાં ટ્રાફીક અવેરનેસ લાવવા માટે ટ્રાફીક સુરક્ષા નામથી પોલીસ દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ તેનું અમલીકરણ જોઇએ તેટલા પ્રમાણમાં થઇ શકતું નથી. અને રોજબરોજ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. તાજેતરમાં કોસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માત સર્જાયો હતો. 11, માર્ચના રોજ સર્જાયેલા એક્સિડન્ટમાં બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને સ્લીપ થયેલી બાઈક સામેથી આવતી ઇકો કાર સાથે અથડાઈ હતી. બાઇક અથડાયા બાદ ઇકો કાર કેટલાક મીટર સુધી તો બે ટાયર હવામાં અને બે ટાયર પર રસ્તા પર રહી ચાલી હતી. અને રસ્તાની બાજુની તરફ જઇ રહી હતી. આખરે રસ્તાની બાજુમાં ઇકો કાર પલટી ગઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતમાં ઘાયલ કારમાં સવાર અને બાઈક પર જતા વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

કાર હવામાં ફંગોળાતા બાઈક ચાલકનો બચાવ

સમગ્ર એક્સિડન્ટના વીડિયો સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં રોડ પર જતો બાઇકચાલક સામે પહોંચતા જ સ્લીપ થાય છે. જેથી તેના ટાયર ઉપરથી પસાર થતી વખતે પલટી મારી જાય છે. બાઈક પરથી કાર સીધી જ હવામાં ફંગોળાતા બાઈક ચાલકનો બચાવ થાય છે. અકસ્માતના સીસીટીવીમાં સામે આવેલા દ્રશ્યોમાં એક તબક્કે તો બોલીવુડની કોઇ ફિલ્મનો સીન ચાલતો હોય તેવું જોવા મળતું હતું. જો કે, સમગ્ર ઘટનામાં કોઇને ગંભીર ઇજાઓ પહોંચી નથી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud