સુરત શહેરમાં છેલ્લા 2 માસમાં ચાર ગેંસ સામે GCTOC અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી
વિપુલ ગાજીપરા ગેંગના શખ્સો શહેરની શાંતિ ડહોળાય તેવી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા
ગેંસના માથાભારે શખ્સો સામે શહેરના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 જેટલા ગુના નોંધાયા હતા
અટકાયત કરવામાં આવેલા એક આરોપીને કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો
WatchGujarat. રાજ્યમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ પર લગામ કસવા માટે સરકાર દ્વારા ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (GCTOC) એક્ટ 2015 લાગુ કર્યો છે. જેના અંતર્ગત સુરત શહેરમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ સાથે સંકળાયેલી વિપુલ ગાજીપરા ગેંગના 10 માથાભારે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગેંગના 2 ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. અન્ય ફરાર શખ્સોની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. સુરતમાં GCTOC અંતર્ગત ચોથી વખત ગુનો નોંધવામાં આવ્યો હતો.
સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા GCTOC કાયદાને પગલે ગુનેગારોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં રાજ્યના પ્રમુખ શહેરોમાં માથાભારે શખ્સો સામે GCTOC અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરવાની અનેક ઘટનાઓ સામે આવી હતી. ગુરૂવારે સુરત શહેરમાં માથાભારે વિપુલ ગાજીપરા ગેંગના 10 શખ્સો સામે GCTOC અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. વિપુલ ગાજીપરા ગેંગના શખ્સો શહેરની શાંતિ ડહોળાય તેવી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા.
ગેંગના શખ્સોની સામે વ્યથા, મહાવ્યથા, ખુનની કોશિષ, અપહરણ, લુંટ, ખંડણી, ધમકી અને આર્મસ એક્ટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવણી સામે આવી હતી. ગેંગનો મુખ્યસુત્રધાર વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા તથા અન્ય સાગરીતો દ્વારા શહેરના લાલગેટ, વરાછા, કપોદ્રા, સરથાણા, કતારગામ, ખટોદરા, રાંદેર, અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું નેટવર્ક બનાવીને ગુનાખોરીને અંજામ આપતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
વિપુલ ગાજીપરા ગેંગના કયા માથાભારે શખ્સો સામે ગુનો નોંધાયો
વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા
ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનિયો રમેશચંદ્ર વિલાડાવાળા
અલ્તાફ ગફુરભાઇ પટેલ
અંકિતકુમાર ઉર્ફે ડોક્ટર કરમવીરસિંગ
શશાંકસિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપ સિંહ
ઉજ્વલદિપ ઉર્ફે યુડી બ્રિજમોહનસિંગ
અર્જુનકુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે
કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ
આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ
મોહંમદ ઇલીયાસ મોહંમદ બીલાલ કાપડીયા
ગેંગને બે શખ્સોની અટકાયત કરવામાં આવી
વિપુલ ગાજીપરા ગેંગના 10 શખ્સો સામે GCTOC અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તે પૈકી 2 શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં ઉજ્વલદીપ ઉર્ફે યુડી બ્રિજમોહનસિંગ (રાજપુત) - (ઉં 28), (રહે - ગ્લોબલ વ્યુ એપાર્ટમેન્ટ, દેલાવડા ગામ, ડીંડોલી) અને અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે - (ઉં 36), - (રહે ગાર્ડનવ્યુ એપાર્ટમેન્ટ, કતારગામ) ની અટકાયત કરવામાં આવી હતી. બંન્નેના કોવિડ ટેસ્ટ કરાતા અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડેનો કોવિડ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.
ગેંગના માથાભારે તત્વો સામે 30 જેટલા ગુનાઓ નોંધાયા
ગેંગનો મુખ્યસુત્રધાર વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા તથા અન્ય સાગરીતો દ્વારા શહેરના લાલગેટ, વરાછા, કપોદ્રા, સરથાણા, કતારગામ, ખટોદરા, રાંદેર, અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાનું નેટવર્ક બનાવીને ગુનાખોરીને અંજામ આપતા હતા. શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 30 જેટલી ફરિયાદ થઇ ચુકી છે.
ગેંગના અનેક શખ્સો સામે પાસા તથા પ્રવેશબંધી પણ લાગુ કરાઇ હતી
વિપુલ ગાજીપરા ગેંગના અનેક માથાભારે તત્વો સામે ગુનાઓની ગંભીરતાને લઇને પાસા તથા પ્રવેશબંધી સહિતના પગલા લેવામાં આવ્યા હતા. તમામ કડક પગલા છત્તા ગેંગના માણસો દ્વારા ગુનાખોરી ચાલુ રાખવામાં આવી હતી. એટલે આખરે તમામ સામે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા GCTOC અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.
અત્યાર સુધી ચાર ગેંગ સામે GCTOC અંતર્ગત ગુના નોંધાયા
સુરત શહેરમાં અત્યાર સુધી બે મહિનાના સમયગાળામાં કુલ મળીને ગુનાહિત ભુતકાળ ધરાવતી ચાર ગેંગ સામે GCTOC અંતર્ગત ગુના નોંધવામાં આવ્યા છે. જેમાં આશિફ ટામેટા ગેંગ, લાલુજાલીમ ગેંગ તથા અશરળ નાગોરી ગેંગ અને હવે વિપુલ ગાજીપરા ગેંગ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. સુરતને ક્રાઇમ ફ્રી બનાવવા માટે પોલીસ તંત્ર સતત પ્રયત્નશીલ હોવાનું દેખાઇ આવે છે.