• સુરતમાં જવલ્લેજ જોવા મળતો રાજકીય સંયોગ સામે આવ્યો હતો.
  • પતિ અને પત્ની અલગ અલગ પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી રાજકીય વર્તુળોમાં આશ્ચર્યનો વિષય
  • હું સત્યની સાથે છું અધર્મી ની સાથે નથી – કોંગ્રેસમાં જોડાનાર મહેશ આહિર

WatchGujarat. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પહેલા કોંગ્રેસ બાદ હવે ભાજપને ફટકો પડ્યો છે. ભાજપના ઉમેદવારના પતિએ કોંગ્રેસના સ્ટેજ પર જઈને કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં જવલ્લેજ જોવા મળતો સંયોગ સુરત શહેરમાં જોવા મળ્યો હતો. જેમાં પતિ અને પત્ની અલગ અલગ રાજકીય પાર્ટીમાં હોવાનું સામે આવ્યુ હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઈને ધમાટ શરુ થઇ ગયો છે. અને દરેક ઉમેદવારો ચુંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે પતિ કોંગ્રેસમાં અને પત્ની ભાજપના ઉમેદવાર હોય તેવી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના વોડ નંબર 15ના ભાજપના ઉમેદવાર મનીષા આહીરના પતિ મહેશ આહીર અચાનક જ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. ભાજપના ઉમેદવારના પતિ મતદાન પહેલા કોંગ્રેસમાં જોડાતા દોડધામ મચી ગઇ છે.

કોંગ્રેસનો ખેસ ધારણ કરનારા મહેશ આહિરે જણાવ્યું હતું કે કહ્યું કે હું સત્યની સાથે છું અધર્મી ની સાથે નથી. તેઓએ આવી વાત કરી ત્યારે કોંગ્રેસ મીટીંગમાં હજારોની ભીડ જોવા મળી હતી. આ સભાને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ગજવી હતી.ભાજપના ઉમેદવારના પતિ મતદાન પહેલા કોંગ્રેસમાં જોડાતા આ બેઠક પરના રાજકીય સમીકરણ ગણિત નવું જણાઈ રહ્યું છે.

મનીષા આહીર વોર્ડ નબર 15 માંથી બીજેપીના ઉમેદવાર

પત્રકાર મનીષા આહીરને બીજેપીએ વોર્ડ નબર 15 માંથી ટીકીટ આપી છે. અને તેઓને સંતાનમાં એક પુત્ર પણ છે. તેઓને ભાજપમાંથી ટીકીટ મળતા તેઓ હાલ ચુંટણી પ્રચારમાં પણ જોડાઈ ગયા છે. પરંતુ તેઓના પતિ મહેશ આહીર અચાનક કોંગ્રેસમાં જોડાઈ જતા સુરતમાં રાજકારણ ફરી એક વખત ચરમસીમા પર જોવા મળ્યું છે. મહેશ આહિરે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની હાજરીમાં કોંગ્રેસનો ખેચ ધારણ કર્યો હતો. અને જણાવ્યું હતું કે કહ્યું કે હું સત્યની સાથે છું અધર્મી ની સાથે નથી. તેઓએ આવી વાત કરી ત્યારે કોંગ્રેસ મીટીંગમાં હજારોની ભીડ જોવા મળી હતી.

મહેશ આહીર એક શિક્ષક છે

બીજેપીના વોર્ડ નંબર 15 ના ઉમેદવાર મનીષા આહીર પત્રકાર છે તો તેમના પતિ શિક્ષક છે. જો કે આખરે પતિ પત્ની બે અલગ અલગ પાર્ટીઓમાં જોડાઈ જતા સુરતમાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ બેઠક પરના રાજકીય સમીકરણ ગણિત નવું શું લાવે છે તે જોવું રહ્યું . . .

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud