• લગ્નના 35 વર્ષ બાદ બેકાર પતિએ ઘરકંકાસથી ત્રસ્ત થઇને પત્નીની હત્યા કરી
  • હત્યા બાદ પતિ પત્નીના મૃતદેહ પાસે બેસી રહ્યો
  • સમગ્ર મામલે પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી શરૂ કરી

Watchgujarat. સુરતના વરાછામાં બેકાર પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પતિ પોતાની જ પત્નીને પથ્થરના ઘા ઝીકી હત્યા કરી છે. બીજી તરફ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે

મૂળ બિહારના વતની અને હાલ 13 વર્ષથી સુરતના અશ્વની કુમાર વિસ્તારમાં 65 વર્ષીય સાધુ ચરણ કેસરી તેમની 55 વર્ષીય પત્ની દુર્ગાવતી સાથે રહેતો હતો. દરમ્યાન પતિએ તેની જ પત્નીની પથ્થરના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તે પત્નીની લાશ પાસે જ બેસી રહ્યો હતો અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને લાશને પીએમ અર્થે ખસેડી આરોપીની અટકાયત કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

પત્ની બેકાર થતાં ઝગડો થતો હતો

હત્યારો પતિ કોઈ કામ ધંધો કરતો ન હોવાનું અને પત્નીની કમાણી પર જ નિર્ભર રહેતો હતો. જો કે લોકડાઉનને લઈને પત્ની પણ હાલ બેકાર બની હતી અને બંને વચ્ચે ઝગડાઓ થયા કરતા હતા. જેમાં પતિ પત્નીને ગાળો આપતો, મારામારી કરતો હતો. એટલું જ નહીં તેણીને વતન મોકલી દેવાની ધમકીઓ પણ આપતો હતો. હત્યારો પતિ અગાઉ વોચમેન તરીકે કામ કરતો હતો તેમ છતાં તે ઘરમાં પૈસા ન આપતો હોવાનું બહાર આવ્યું છે વધુમાં બંને દંપતીને લગ્નના 35 વર્ષ થયાં છે તેઓને સંતાનમાં કોઈ સંતાન નથી.

સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે હત્યારા પતિને અટકાયતમાં લઇ લીધો હોવાનું બહાર આવ્યું છે. અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે .

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud