• પારસે 14મી ડિસેમ્બરના રોજ અડાજણ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા બિલ્ડિંગ પરથી કુદી પડી આત્મહત્યા કરી લીધી હતી.
  • મરતા પહેલા પારસે મિત્ર હાર્દિકને તેમની બિલ્ડીંગના વોચમેન અંકિતનો ફોટો મોકલી આ મારી મોત માટે જવાબદાર છે એમ લખીને મેસેજ મોકલ્યો

WatchGujarat. પોતાના જ ફોટા પર ઓમ શાંતિ લખી આપઘાત કરનારા કાર બ્રોકરના પ્રકરણમાં પોલીસે તેની જ પત્નીની ધરપકડ કરી છે. પત્નીનું તેની જ બિલ્ડીંગમાં વોચમેન સાથે પ્રેમ સબંધ હતો. અને તેના કારણે તેની પત્ની તેને ત્રાસ આપતી હતી. અને આ ત્રાસના કારણે કાર બ્રોકરે 11 માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. આ મામલે પોલીસે પત્નીની ધરપકડ કરી છે. જયારે ફરાર વોચમેનની શોધખોળ હાથ ધરી છે.

સુરતના અડાજણ સ્તુતિ આઇકોનમાં રહેતા 33 વર્ષીય પારસ શ્યામભાઇ ખન્ના તા 14મી ડિસેમ્બરના રોજ અડાજણ વિસ્તારમાં આવેલી કાસા રિવેરા બિલ્ડિંગ પરથી કુદી પડી આત્મહત્યા કરી લીધી હતી. મરતા પહેલા પારસે મિત્ર હાર્દિકને તેમની બિલ્ડીંગના વોચમેન અંકિતનો ફોટો મોકલી આ મારી મોત માટે જવાબદાર છે એમ લખીને મેસેજ મોકલ્યો હતો. અન પોતાનો મોબાઇલનો પાસવર્ડ પણ મોકલ્યો હતો. આ અંગે હાર્દિકે મરનારની માતાને જણા કરી હતી અને ફોનની પણ તપાસ કરી હતી. પરસે મારતા પહેલા પોતાના જ ફોટા પર ૐ શાંતિ લખીને મિત્રને મોકલ્યો હતો.

તેમને જાણવા મળ્યું હતુંકે, છેલ્લા કેટલાક સમયથી પારસની પત્નીને તેમની જ બિલ્ડીંગના વોચમેન અંકિત ગોવિંદ પ્રસાદ સાથે પ્રેમ સંબંધ હતો. આ અંગે પારસે અનેક વખત પત્ની અને વોચમેન અંકિતને સમજાવ્યા હતા. જોકે પત્ની આ સંબંધ તોડવા માંગતી ન હતી. પત્નીના આ અનૈતિક સંબંધના કારણે ત્રાસી ગયેલા પારસે અગાઉ ઓએનજીસી બ્રિજ પર આત્મહત્યા કરવા માટે ગયો હતો. જોકે, ત્યારે લોકોએ તેને બચાવી લીધો હતો. છતાં પત્ની દ્વારા ત્રાસ આપીને અંકિત સાથે ભાગી જવાની ધમકી આપવામાં આવતી હતી. આ ત્રાસથી કંટાળીને પારસે આત્મહત્યા કરી લીધી હતી.બનાવ અંગેત તેની માતા નિલમબેને ખન્નાએ અડાજણ પોલીસમાં પારસની પત્ની અને વોચમેન અંકિત વિરૂદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે તેની પત્નીની હીનાની ધરપકડ કરી છે. જયારે ફરાર વોચમેન અંકિત ગોવિન્દ પ્રસાદની શોધખોળ હાથ ધરી છે.

પત્નીને સમજવા છતાં સમજી ન હતી

પારસને 6 મહિના અગાઉ તેની જ પત્નીના પ્રેમ વિષે જાણ થઈ હતી. જેને લઈને બંને વચ્ચે રોજ ઝગડા થતા હતા. આ અગાઉ પારસે ઓ.એન.જી. બ્રીજ પર જઈને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ બચાવી લીધો હતો. અને પત્નીના પ્રેમ સબંધ પૂર્ણ કરવા માટે પારસ પત્નિને સમજાવતો હતો. પરંતુ તમામ શરમ નેવે મૂકી ચુકેલી પત્ની કઈ સમજવા તૈયાર ન હતી. અને પ્રેમ સબંધ ચાલુ રાખ્યો હતો. જેથી આખરે કંટાળી પારસે પાલ ખાતે જઈ નવી બંધાતી બિલ્ડીંગના 11 માં માળે પહોચી આપઘાત કરી લીધો હતો. પોલીસે તેની પત્નીની હીનાની ધરપકડ કરી છે. જયારે ફરાર વોચમેન અંકિત ગોવિન્દ પ્રસાદની શોધખોળ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud