વરાછા વિસ્તારમાં આવેલા કારમેળામાંથી કાર ટેસ્ટ ડ્રાઈવના બહાને લઇ જઈ અજાણ્યો ઇસમ ફરાર થયો
અજાણ્યો ઇસમ કારને ડાયમંડ વર્લ્ડના પાર્કીંગમાં આવેલા અન્ય ગેટમાંથી કાર લઇ ફરાર થઇ ગયો
WatchGujarat. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કારમેળામાંથી કાર ટેસ્ટ ડ્રાઈવના બહાને લઇ જઈ અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. આ મામલે કાર મેળાના માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે.
સુરતમાં ઠગબાજો ઠગાઈ કરવાની અવનવી રીત અજમાવતા હોય છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. સુરતના સરથાણા જકાતનાકા પાસે રહેતા દિનેશભાઈ પ્રાગજીભાઈ ભુવા પોદાર આર્કેડની સામે સીતારામ કાર મેળો ચલાવે છે. તેઓની દુકાન પર ગતરોજ એક ઇસમ કાર ખરીદવાના બહાને આવ્યો હતો. અને રૂ. 5.35 લાખની i20 કાર ટેસ્ટ ડ્રાઈવ માટે માંગી હતી. જેથી તેઓની સાથે કારીગર મીલનભાઈ કારમાં બેસી ટેસ્ટ ડ્રાઈવ માટે ગયા હતા.
https://youtu.be/GktCWSBPUi8
દરમિયાન અજાણ્યા ઇસમ કારને વરાછા મીની બજાર ડાયમંડ વર્લ્ડના પાર્કીંગ પાસે લઇ ગયો હતો. જ્યાં કારીગરને જણાવ્યું હતું કે તમે અહી ઉતરી જાવ હું કાર મારી પત્નીને બતાવીને આવું છું. તમે સાથે હશો તો તે કારમેળામાંથી કાર લેવાની ના પાડી દેશે. જેથી તેની વાતમાં આવી કારીગર કારમાંથી ઉતરી ગયો હતો. અને બાદમાં અજાણ્યો ઇસમ કારને ડાયમંડ વર્લ્ડના પાર્કીંગમાં આવેલા અન્ય ગેટમાંથી કાર લઇ ફરાર થઇ ગયો હતો.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ મામલે કારીગરને જાણ થતા તેઓએ કાર મેળાના માલિકને જાણ કરી હતી. તેઓએ ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા કાર અન્ય ગેટમાંથી બહાર નીકળતા નજરે ચડી હતી. આખરે પોતાની સાથે ઠગાઈ થતા તેઓએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.