35 વર્ષીય કોન્સ્ટેબલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવે છે.
અઠવાલાઇન્સ પોલીસ હેડ ક્વાર્ટસમાં રહેતા કોન્સ્ટેબલને પોતાના રૂમમાં વહેલી સવારે આપઘાતનો પ્રયાસ કર્યો
એકા એક પત્નીની નજર પડતા દોરી કાપી બેભાન થયેલા પતિને હોસ્પિટલમાં ખસેડાયો
WatchGujarat. શહેરના મહિલા પી.એસ.આઇ અમિતા જોષીની આત્મ હત્યાની શાહી હજુ સુકાઇ નથી ત્યાં સુરત પોલીસના કોન્સ્ટેબલે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એકા એક તેની પત્નીની નજર પડતા નાઇલોનની દોરી કાપી પતિનો જીવ બચાવી લીધો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર કોન્સ્ટેબલને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે 35 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કરવામાં આવેલા આપઘાતના પ્રયાસને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલા પોલીસ હેડ ક્વોર્ટસમાં પત્ની સાથે રહેતા ૩૫ વર્ષીય પંકજ માનસિંગ ડામોરએ શુક્રવારે સવારે 7.30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે નાઇલોનની દોરીથી ફાંસો ખાવાની કોશિશ કરી હતી. તે વખતે તેમની પત્ની એકા એક જોઈ જતા દોડીને આવી તાત્કાલિક નાયલોનની દોરી કાપી નાખી હતી. પોલીસ કોન્સ્ટેબલ બેભાન હોય તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેઓની હાલ આઈ.સી.યુમાં સારવાર ચાલી રહી છે. કોન્સ્ટેબલે આ પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ બહાર આવ્યું નથી. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરંતુ કોન્સ્ટેબલે આ પગલું ભરી લેતા સુરત પોલીસ બેડામાં ફરી એક વખત ચકચાર મચી જવા પામી છે.
થોડા દિવસો અગાઉ મહિલા પીએસઆઈએ કર્યો હતો આપઘાત
સુરતના ફાલસાવાડી પોલીસ ક્વાટર્સમાં રહેતા અને ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ અમિતા જોષીએ અગાઉ પારિવારિક કારણોસર સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લીધો હતો. પોલીસે અમિતા જોષી આપઘાત કેસમાં પિતાની ફરિયાદના આધારે સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી હતી. જેમાં નણંદને જામીન મળી ગયા છે જ્યારે પતિ હજુ જેલમાં કસ્ટડી હેઠળ છે.