હર્ષ સંઘવી સુરત મજુરા વિધાનસભાના ધારાસ્ભય છે.
આજે સવારે હર્ષ સંઘવીએ પોતે કોરોના પોઝિટીવ હોવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી
સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન કેશોદ ચોકડ઼ી પર હર્ષ સંઘવી અન્ય હોદ્દેદારો સાથે ગરબા ઝૂમતા કેમેરામાં કેદ થયા હતા.
કોરોનાની કપરી પરિસ્થિતિમાં હર્ષ સંઘવી સતત હોસ્પિટલમાં જઇ કોરોના દર્દીઓ અને સ્ટાફની મુલાકાત લેતા હતા.
સુરત. કોરોના વાઇરસ કોઇ નેતા, અભિનેતા, સરકારી અધિકારી કે ઉધ્યોગપતિને ઓળખતો નથી. કોરોના વાયરસના ચેપથી બચવા માટે સરકારે જરૂર ગાઇડલાઇન બહાર પાડી છે. સરકારની ગાઇડલાઇન માત્ર સામાન્ય વ્યક્તિઓને જ લાગુ પડી રહીં હોય સ્થિતિ હાલ ગુજરાતમાં ઠેર ઠેર જોવા મળી રહીં છે. તાજેતરમાંજ સી.આર પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીન્ગના ધજાગરા ઉડાડી જાહેરમાં ગરબા રમતા કેમેરામાં કેદ થયેલા સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
હર્ષ સંઘવી કોરોના પોઝિટીવ થયા હોવાની તેમણે ખુદે સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકી જાહેરાત કરી છે. જેથી તેમના સમર્થકોમાં ભારે ચિંતાના વાદળો છવાઇ જતા લોકોએ કોમોન્ટોનો વરસાદ વરસાવી દીધો છે. સુરતમાં વણસેલી કોરોનાની પરિસ્થિતિમાં હર્ષ સંઘવી સતત વિવિધ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની મુલાકાત લેતા હતા. એટલુ જ નહીં પણ તેમણે હોસ્પિટલના સ્ટાફ અને ત્યાં દાખલ થયેલા દર્દીઓ તથા ફ્રન્ટ લાઇન કોરોના વોરિર્યસ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.
તેવામાં ગુરૂવારે સવારે હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તેમણે સોશિયલ મીડિયામાં પોતાના સ્વસ્થ્ય અંગેની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્નટન્સીન્ગ અને સરકારની કોરોના અંગેની લાઇડ લાઇનના ભાજપના કાર્યકરો અને હોદ્દોદારે તેમજ ખુદ સી.આર. પાટીલે જાહેરમાં ધજાગરા ઉડાવતા અનેક સવારલો ઉભા થયા છે .
એક તરફ સરકાર કોરોનાની ગાઇડલાઇનનુ ચુસ્તા પાલન કરાવવા માટે નાગરિકો પાસેથી દંડની વસુલાત કરી રહીં છે. ત્યારે બીજી તરફ તેમની જ પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો અને હોદ્દેદારો ગેરરીતી અપનાવે તેમ છતાં તેમની સામે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કે દંડની વસુલાત ન કરાતા ગુજરાતની પ્રજામાં આ મામલે ભારે રોષ ભભુકી ઉઠ્યો છે.
- હર્ષ સંઘવી સુરત મજુરા વિધાનસભાના ધારાસ્ભય છે.
- આજે સવારે હર્ષ સંઘવીએ પોતે કોરોના પોઝિટીવ હોવાની સોશિયલ મીડિયામાં જાહેરાત કરી
- સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર યાત્રા દરમિયાન કેશોદ ચોકડ઼ી પર હર્ષ સંઘવી અન્ય હોદ્દેદારો સાથે ગરબા ઝૂમતા કેમેરામાં કેદ થયા હતા.
- કોરોનાની કપરી પરિસ્થિતિમાં હર્ષ સંઘવી સતત હોસ્પિટલમાં જઇ કોરોના દર્દીઓ અને સ્ટાફની મુલાકાત લેતા હતા.