સત્તાપક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર થતા સંન્નિષ્ઠ કાર્યકરોમાં રોષ
વોર્ડ નં - 3 માં કાર્યકરોએ સોશિયલ મિડીયા પર લાઇવ કરી પોતાનો વિરોધ પ્રગય કર્યો
કાર્યકરોના આક્રોશ બાદ પણ પાર્ટી દ્વારા નિર્ણયમાં બદલાવ કર્યો નથી
WatchGujarat. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને લઇને ગતરોજ સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેને પગલે અનેક જગ્યાઓ પર ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. વોર્ડ નંબર - 3 માં આયાતી ઉમેવારને ટીકીટ આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે કાર્યકરોએ વિરોધ નોંધાવી પેજ કમિટીના ફોર્મ સળગાવ્યા હતા.
https://youtu.be/sOY7pKhWCK0
ગત રોજ ભાજપા પ્રદેશ પ્રમુખ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બાદ તબક્કાવાર રીતે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સુરતરમાં વોર્ડ નંબર - 3 માં આયાતી ઉમેદવાર ભાવેશ ડોબરિયા તથા તેના નજીકનાને ટીકીટ અપાતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. મોડી સાંજે કાર્યકરો સ્થાનિક ધારાસભ્ય સમક્ષ તેમનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક કાર્યકર કલ્પેશ દેવાણીએ તેના સોશિયલ મિડીયા એકાઉન્ટ પરથી લાઇવ કરીને તેની પ્રતિક્રીયા આપી હતી. જેમાં આક્ષેપો કરવામાં આવ્યા હતા કે આયાતી ઉમેદવારને નહિ ચલાવી લેવાય. લોકડાઉન વખતે જે લોકો અમારી સેવામાં હતા તેઓને ટીકીટ આપવામાં આવી નથી. અને આયાતી ઉમેદવારને મુકી દેવામાં આવ્યા છે. જો કે મામલો આટલેથી અટક્યો ન હતો.
ચુંટણી જીતવા માટેની ચાવી ગણાતા પેજ કમિટીના ફોર્મ સળગાવાયા
સીઆર પાટીલ દ્વારા ચુંટણીમાં જીત હાંસલ કરવા માટે પેજ કમિટી પર વધારે ભાર મુકતા આવ્યા છે. સુરતમાં વોર્ડ નંબર - 3 ના નારાજ કાર્યકરોએ આયાતી ઉમેદવારનો વિરોધ કર્યા બાદ પેજ કમિટીના ફોર્મ પણ સળગાવ્યા હતા. આમ, સુરતમાં આયાતી ઉમેદવારનો અતિ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે વિરોધ બાદ પણ પાર્ટી તેના ઉમેદવારોના નિર્ણય પર અડગ હતી.