સુરતમાં 2 એપ્રીલના રોડ લુંટ વિથ મર્ડરની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી હતી
ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં જોડાયા બાદ ગુનેગારોને પકડવામાં સફળતા મળી
પાડોશીએ આપેલી બાતમીના આધારે લુંટને અંજામ આપ્યો હોવનું કબુલ્યું
મુંબઇમાં રૂ. 160 કરોડની લુંટ કરવા માટે રેકી કર્યા બાદ જરૂરી સામાન લાવવા સુરત શહેરમાં લુંટનો પ્લાન બનાવ્યો
પાડોશીએ આપેલી બાતમીના આધારે લુંટારૂઓએ એકલવાયું જીવન રહેતા વૃદ્ધની હત્યા કરી
WatchGujarat. સુરતના ડુમસ વિસ્તારમાં આધેડની હત્યા કરી લુટ ચલાવવામાં આવી હતી. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે પાડોશી મહિલા સહીત 5 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્તલ ચોરીની બાઈક મળી કુલ રૂ. 2.46 લાખની મત્તા કબજે કરી છે. આ ગુનામાં હજુ ત્રણ આરોપીઓ ફરાર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 2 એપ્રિલના રોજ સુરતના ડુમસ વિસ્તારમાં આવેલા કાંદી ફળીયામાં રહેતા ભુપેન્દ્રભાઈ ગોવિદભાઈ પટેલની અજાણ્યા ઈસમો ઘરમાં ઘુસી તેની હત્યા કરી લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પાસ કરવા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પણ જોડાઈ હતી. અને સુરત ક્રાઈમ બ્રાંચને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા પણ મળી છે.
પોલીસે ખરવાસા જતા રોડ પરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓના નામ વિશાલ લાખાભાઈ વાણીયા, પ્રતાપ હરસુરભાઈ ઉર્ફે ચીનાભાઈ ગીડા, મિથુન ઉર્ફે શેટ્ટી મોહન, પીન્ટુ અર્જુનભાઈ ચૌધરી અને કેતન રમેશભાઈ હડિયા છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે બે પિસ્તલ, બે કારતુસ, બે ચોરીની બાઈક, 8 મોબાઈલ, રૂ. 1 લાખની રોકડ મળી કુલ 2.46 લાખની મત્તા કબજે કરી હતી.
પાડોશી મહિલાએ આપી હતી ટીપ
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા આરોપી પ્રતાપે જણાવ્યું હતું કે, ગત 27 માર્ચના રોજ મુંબઈ ખાતે રહેતી ચેતના બેનની ઓળખીતા બહેને ફોન કરીને જણાવ્યું હતું કે, પોતાની બહેન ચેતના ડુમસ ગામમાં રહે છે. તેઓના મકાનના બાજુમાં રહેતા આધેડ વ્યક્તિએ જમીન વેચતા તેઓની પાસે રોકડા રૂ. 3 – 4 કરોડ હોવાનું અને તે ઇસમ ઘરમાં એકલો જ રહતો હોવાનું જણાવ્યું હતું. તેના ઘરમાં જઈને રોકડા રૂપિયાની લુંટ કરવાની છે. જેથી આરોપીઓએ પુણા વિસ્તારમાંથી બે બાઈક ચોરી કરી હતી. અને ઘરમાં ઘુસી આધેડના પગ ચાદર વડે બાંધી મોઢામાં ડૂચો મારી મોતના ઘાટ ઉતારી ને કબાટમાંથી રૂ. 4 લાખની લુટ કરી ફરાર થઇ ગયા હતા.
મુંબઈ ખાતે લુટનો પ્લાન બનાવ્યો હતો
આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ બદલાપુર – મુંબઈ ખાતે વાંગની હાઇવે પર એક બંગલામાંથી રૂ. 160 કરોડની લુટની યોજના બનાવી હતી. જે જગ્યાની રેકી કરતા તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રીઓની જરૂર હોય તેના માટે આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીની પૂછપરછમાં ડુમસમાં થયેલી હત્યા અને ધાડનો ગુનો અને પુણા વિસ્તારમાં નોંધાયેલા બે બાઈક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે
ઝડપાયેલા આરોપીઓ પૈકી પ્રતાપ હરસુર ગીડા સામે જુનાગઢ અને સાવરકુંડલા રૂરલ પોલીસમાં લૂંટ, અપહરણ અને આર્મ્સ એક્ટ મુજબ, પીન્ટુ અર્જુન ચૌધરી સામે મલાડ અને કર્ણાટકમાં, કેતન રમેશ ઉર્ફ હરસુખ હડીયા સામે જુનાગઢ, સાવરકુંડલામાં લૂંટ અને આર્મ્સ એક્ટ મુજબ અને મિથુન વાણીયન ઉર્ફે રોહીન સેટ્ટી ઉર્ફે બૈરન સિંહ રાણા સામે કર્ણાટકાઉટ્ટ અને મલાડમાં ગુના નોંધાયા છે.