• સુરત શહેરમાં નજીવા સમયગાળામાં લક્ઝુરીયર કાલ દ્વારા અકસ્માતની ઘટનાઓ સામે આવી
  • જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેકરિયાની કારની અકસ્માતને પગલે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો
  • ગત રાત્રીના રોજ સરથાણા વિસ્તારમાં લક્ઝુરીયસ કારની ટક્કરે અકસ્માતનો વધુ એક કિસ્સો સામે આવ્યો
  • વારંવાર કાલ ચાલકોની બેદરકારીના કિસ્સા સામે આવતા કડક પગલા ભરવા માંગ

WatchGujarat. શહેરમાં અતુલ વેકરિયાની કારથી અકસ્માતમાં એક મહિલાના મોતની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફોર્ચ્યુનર કારે એક યુવકને અડફેટે લેતાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારમાં બ્લેક કલરની ફોર્ચ્યુનર કારે એક્ટિવા સવારને અડફેટે લઈ 30 થી 40 ફૂટ ઢસડી નાસી છૂટ્યો હતો. લક્ઝુરિયસ કારનો ચાલક નશાની હાલતમાં હોવાનું પ્રત્યક્ષદર્શીઓનું અનુમાન છે.

અકસ્માતને પગલે લોકો એકઠા થતા કારના ચાલકને લોકોએ રોકવાનો પ્રયાસ કર્યો

સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા 28 વર્ષીય સાગર પોતાની બહેનના ઘરેથી યોગી ચોક તરફ જતો હતો. દરમિયાન બ્લેક ફોર્ચ્યુનર ગાડીએ તેને અડફેટે લીધો હતો. ગાડીચાલકની ભાળ મેળવવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. સાગર એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે ફોર્ચ્યુનર કારે તેને અડફેટે લીધો હતો. અડફેટે લેતાંની સાથે જ આસપાસના તમામ લોકો દોડી આવ્યા હતા. લોકો એકત્રિત થતાં કાર ચાલક ઘટના સ્થળે ગાડી છોડીને ભાગી ગયો હતો. લોકોએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

યુવકના અનેક ઇજાઓ પહોંચી

સાગરના બનેવી નિકુંજ સવાણીએ સરથાણા પોલીસ સ્ટેશનમાં નિમેષ સાકરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત બાદ સાગરને ધર્મનંદન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જેમાં તેના બંને હાથમાં ફ્રેક્ચર છે અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે.

નશાખોરો સામે સખતાઈપૂર્વકની કામગીરી કરવા માગ

પરિવારજનોએ કાર ચાલક સામે પોલીસે તપાસ કરીને પગલાં લેવા માટે રજૂઆત કરી છે. તાજેતરમાં જ બનેલા અતુલ વેકરિયા પણ લક્ઝુરિયસ કાર ચલાવતા જ અકસ્માત સર્જાયો હતો. એ જ રીતે નિમેષ સાકરિયા પણ દારૂ પીધેલી હાલતમાં સાગરને અડફેટે લીધો છે. આવા નશાની હાલતમાં ગાડી ચલાવનાર સામે સખતાઈપૂર્વકની કામગીરી કરવી જોઈએ.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud