• તંત્રના પ્રયાસો છતાં લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલનમાં બેદરકારી દાખવી રહ્યા છે
  • તાજેતરમાં સોશિયલ મિડીયામાં નવસારી બજાર તલાવડીનો વિડીયો વાયરલ થયો
  • જો લોકો જાતે કોવિડ ગાઇડલાઇનનું પાલન નહિ કરે તો કોરોનાની સ્થિતી પર કાબુ મેળવવો મુશ્કેલ બનશે

Watchgujarat. સુરત સહિક રાજ્યમાં કોરોનાનું સંક્મ્રણ ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ રહી છે તો બીજી તરફ નવા સ્મશાનો પણ ચાલુ કરવાની નોબત આવી છે. કોરોનાની સ્થિતી કટોટટી ભરી હોવા છતાં સુરતમાં હજુ પણ લોકોમાં જાગૃતિનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મિડીયામાં નવસારી બજાર તલાવડી નો એક વિડીયો વાયરલ થયો છે. જેમાં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે, તેમજ મોટા ભાગના લોકો માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા હતા.

એક તરફ સુરતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. હોસ્પિટલોમાં બેડની અછત જોવા મળી રહી છે તો બીજી તરફ ઇન્જેક્શન માટે લોકો લાંબી કતારો લગાવી રહ્યા છે. આ તમામ હકીકત વચ્ચે સુરતમાં હજુ પણ કોવિડ ગાઇડલાઇનના અમલને લઇને લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો હજુ પણ બેદરકારીની તમામ હદો વટાવી રહ્યા છે. સુરતના સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે અહીં લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા છે. ઉપરાંત મોટા ભાગના લોકોએ માસ્ક પણ પહેર્યું નથી અને કેટલાક લોકોએ માસ્ક માત્ર દેખાડા પુરતું પહેર્યું છે. આ વિડીયો નવસારી બજાર તલાવડી પાસેનો હોવાનું અનુમાન છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે સતત લોકજાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. પરંતુ વિડીયો જોતા લાગે છે કે, લોકો પર એનો કોઈ અસર થતો નથી. સુરતમાં રોજ એક હજારથી પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. અને હવે તો સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં બેડ પણ ખાલી નથી તેવામાં વિડીયો જોઈને લાગે એવું છે કે કોરોના ને નાથવા માટે તંત્ર જે કામગીરી કરવામાં આવી રહી છે. તેના પર નિયમોનું પાલન ન કરનાર લોકો પાણી ફેરવી રહ્યાં છે તેમ લાગી રહ્યું છે.

લોકો જાગૃત થાય તે ખુબ જ જરૂરી

આ વિડીયોનો હેતુ લોકોની બેદરકારી ખુલ્લી પાડવાનો હોઇ શકે છે. લોકો દ્વારા દાખવવામાં આવતી બેદરકારી ભારે પડી શકે છે. સુરતની કોરોનાની શું સ્થિતિ છે તે સમાચારોના અહેવાલો પરથી જાણી શકાય છે. અને સૌ સુરતીઓ પણ વાકેફ છે ત્યારે લોકો આવી બેદરકારી ન દાખવે, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું અચૂક પાલન કરે તે ખુબ જ જરૂરી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud