• ઘટના સ્થળે હાજર લોકોના કહેવા મુજબ કાર ચાલક દારૂના નશામાં હતો
  • લોકોએ ઉશેકેરાઈને ગાડીમાં તોડફોડ કરી
#Surat - Hit and Run : મર્સિડીઝ કાર ચાલકે સિટીલાઇટથી ભટાર ચાર રસ્તા સુધી પાંચ લોકોને અડફેટે લીધા, એકનું મોત - ત્રણ ગંભીર, VIDEO
Hit and Run

WatchGujarat. સુરતના ભટાર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના બની છે. કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક ઇસમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતુ. ઘટના સ્થળે હાજર લોકોના કહેવા મુજબ કાર ચાલક દારૂના નશામાં હતો. તેમજ અકસ્માત સર્જી તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ લોકોએ ઉશેકેરાઈને ગાડીમાં તોડફોડ કરી હતી. આ મામલે ખટોદરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને ગાડી નંબરના આધારે આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. #Hit and Run

#Surat - Hit and Run : મર્સિડીઝ કાર ચાલકે સિટીલાઇટથી ભટાર ચાર રસ્તા સુધી પાંચ લોકોને અડફેટે લીધા, એકનું મોત - ત્રણ ગંભીર, VIDEO

સુરતમાં છાસવારે હિટ એન્ડ રનની ઘટના બનતી રહે છે. ત્યારે આવી જ એક વધુ ઘટના સામે આવી છે. સુરતના ભટર વિસ્તારમાં એક મર્સિડીઝ કાર ચાલકે 5 લોકોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું છે. #Hit and Run

#Surat - Hit and Run : મર્સિડીઝ કાર ચાલકે સિટીલાઇટથી ભટાર ચાર રસ્તા સુધી પાંચ લોકોને અડફેટે લીધા, એકનું મોત - ત્રણ ગંભીર, VIDEO

ઘટનાની વિગત એવી છે કે સુરતના ONGC બ્રિજ પાસે મર્સિડીઝ ગાડી નંબર GJ 19 BA 2453 કાર ચાલકે એક સ્વીફ્ટ કાર ચાલકને ટક્કર મારી હતી ટક્કર માર્યા બાદ મર્સિડીઝ ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સ્વીફ્ટ ના ચાલકે એક ટુ વ્હીલર ના મદદથી ONGC બ્રિજ પાસેથી ટક્કર મારીને ભાગેલા મર્સિડીઝ નો પીછો કર્યો હતો પીછો કરતા કરતા સ્વીફ્ટ ચાલક મર્સિડીઝ ની પાછળ ત્રણ કિલોમીટર અણુવ્રત દ્વાર સુધી પહોંચી ગયો હતો ત્યાં ટ્રાફિક હોવાના કારણે મર્સિડીઝ ના ડ્રાઈવરે ગાડી ધીમે કરી હતી ત્યાં જ પાછળથી ટુ વ્હીલર પર આવી રહેલા સ્વીફ્ટ ચાલક ટુ વ્હીલર થી ઉતરીને મર્સિડીઝ ચાલકને પકડવા માટે કાર પાસે જાય છે. પરંતુ મર્સિડીઝ દરવાજા અંદરથી લોકોના કારણે તેને પકડી ન શકતા સ્વીફ્ટ નો ડ્રાઇવર મર્સિડીઝ ના બોનેટ પર ચડી ગયો હતો. #Hit and Run

મર્સિડીઝ ના બોનેટ પર ચડેલા વ્યક્તિને જોઈને ત્યાં ડ્યુટી પર હાજર ટીઆરબી જવાન કાર પાસે દોડીને ને જાય છે TRB જવાન ને પોતાની તરફ દોડતા જોઈ મર્સિડીઝ ચાલક બોનેટ પર ચડેલા વ્યક્તિ સાથે ગાડી હંકારે છે..અને બોનેટ પર ચડેલા વ્યક્તિને રસ્તા પર પાડી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ જાય છે

અણુવ્રત દ્વાર થી ગભરાઈને મર્સિડીઝ ચાલક ભટાર બ્રેડલાઈનર સર્કલના સર્વિસ રોડ પર ગાડી હાકી રહ્યો હતો ત્યારે તેણે એક એક્ટિવા રીક્ષા અને સાયકલને અડફેટમાં લીધી હતી જા સાયકલ સવારને ગંભીર ઈજા થવાના કારણે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જા ટૂંકી સારવાર બાદ સાયકલ ચાલક નિલેશ કુમાર નું મોત થયું હતું અને અને ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી જેમને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

એકસીડન્ટ ના કારણે ઘટનાસ્થળ પર લોકટોળા એકત્ર થઇ ગયા હતા રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ પણ કરી હતી ઘટનાની જાણ થતાં જ ખટોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટોળાને વેરવિખેર કર્યા હતા આ બાબતે ખટોદરા પોલીસે ફરાર કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

More #Mercedes #car #hit and run #case #one end #life in #accident #Surat news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud