•  લક્ઝુરીયસ કાર દ્વારા થતા ટ્રાફિકના ઉલ્લંઘનમાં જવલ્લેજ દાખલો બેસાડે તેવી કામગીરી કરવામાં આવતી હોય છે
  • ગત રાત્રીએ લાવડી પાટીયા નજીક Mercedes કાર કેનાલમાં ખાબકી
  • સવારે ખાબકેલી કારમાં થઇને પાણી વહેતું જોવા માટે કેનાલ પર લોકટોળા ઉમટ્યા
  • બીજા દિવસે લક્ઝુરીયસ કારને બહાર કાઢવાની દરકાર પણ તેના માલિકે લીધી ન હતી

WatchGujarat. ગત રાત્રીએ સુરતના વલથાણ નજીક આવેલી કેનલમાં લક્ઝુરીયસ Mercedes કાર ખાબકી હતી. કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો સવારે ખુલ્લો જોવા મળ્યો હતો. નહેરમાં પાણીની આવક વખતા ખાબકેલી કારમાં થઇ નહેરનું પાણી વહેતું હતું. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિકોમાં કુતુહલ સર્જાયું હતું. અને ગાડીમાંથી વહેતા પાણીનો વહેણ જોવા માટે લોકો કેનાલ પર એકત્ર થયાનું જોવા મળ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન થયાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલીય વખત લક્ઝુરીયસ કાર ચલાવતા લોકો ખુલ્લે આમ ટ્રાફીકના નિયમોનો ઉલાળીયો કરે છે તેવી ઘટના સામે આવતી હોય છે. પરંતુ તેવા કિસ્સાઓમાં દાખલા બેસે તેવી કાર્યવાહી જવલ્લે જ કરવામાં આવે છે. એવું જ કંઇક સુરત નજીક આવેલા વલથાણમાં સામે આવ્યું છે. ગતરાત્રીએ નેશનલ હાઇવે નંબર – 48 વલણથી સુરત જવાના રસ્તે લાડવી પાટીયા પાસે આવેલી કેનાલમાં લક્ઝુરીયર Mercedes કાર ખાબકી હતી. વહેલી સવારે વાત સ્થાનિકોના ધ્યાને આવતા લોકો સ્થળ પર એકત્ર થયા હતા. કારનો ડ્રાઇવર સાઇડનો દરવાજો ખુલ્લો હતો. અને તેમાંથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. આ પ્રકારની ઘટના સ્થાનિકોએ પ્રથમ વખત જોઇ હોવાને કારણે લોકો કેનાલ પર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.

સ્થાનિકોના મતે, મોડી રાત્રે Mercedes ગાડી કેનાલમાં ખાબકી હોવાના સમયે કેનાલમાં ખુબ ઓછું પાણી હતું. જેને લઇને Mercedes ગાડીનો ચાલક તેમાંથી આસાનીથી બહાર નિકળી ગયો હશે તેવું અનુમાન છે. જો કે, બીજા દિવસે સવારે કેનાલમાં પાણીની આવક વધતા ગાડીમાં થઇને પાણી વહી રહ્યું હતું. જેને લઇને સ્થાનિકોમાં ઉત્સુકતા હતી. જેથી તેઓ કેનાલ પર ઉભા રહીને દ્રશ્યો નિહાળતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે,  ઘટનાના બીજા દિવસે પણ લક્ઝુરીયસ Mercedes કાર કેનાલમાં જ હતી. બીજા દિવસે લક્ઝુરીયસ કારને બહાર કાઢવાની દરકાર પણ તેના માલિકે લીધી ન હતી. જેને લઇને કેનાલમાં પડેલી ગાડી અને તેમાંથી થઇને વહેતું પાણી લોકો માટે લાંબા સમય સુધી આકર્ષણનું કેન્દ્ર બનીને રહ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud