• શહેરમાં ગુનેગારોના મનસુબા મજબુત હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
  • 7-8 જેટલા ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો સોસાયટીમાં ઘૂસી ગયા હતા
  • ઘરને અંદરથી બંધ કરી મકાનમાં ચોરીનો પ્રયાસ
  • શકમંદની પુછપરછ કરતા વિજ કંપનીના કર્મચારી પણ હુમલો કર્યો

WatchGujarat. સુરત શહેરની જહાંગીપુરા વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ધાડપાડું ગેંગનો આંતક વધતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાત જેટલા ધાડપાડુઓ લુંટના પાડવાના ઇરાદે નંદનવન સોસાયટીમાં ઘૂસીને કેટલાક મકાનોના દરવાજાને બહારથી બંધ કરી પરિવારને તેના જ મકાનમાં બંધક બનાવીને ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. ધાડપાડુઓના મનસુબા જોઇને સ્થાનિકોમાં ભારે ફફડાટની લાગણી જોવા મળી હતી.

ચેકિંગ માટે ગયેલા વિજ કંપનીના કર્મી પર હુમલો

અમિત કુમારે (જાગૃત નાગરિક) મિડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, 7-8 જેટલા ચડ્ડી બનિયાનધારી ગેંગના સભ્યો સોસાયટીમાં ઘૂસી ગયા હતા. લગભગ 6 મકાનોને બહારથી બંધ કરી પરિવારને અંદર બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ એક મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો, ત્યારબાદ બીજા મકાનમાં ગ્રીલ ખોલી અંદર ઘૂસી ગયા હતા. દરમિયાન સોસાયટીમાં રહેતા વિજ કંપનીના એક કર્મચારીએ ચેકિંગ અર્થે જવાનું હોવાથી બહાર નીકળતા કેટલાક શકમંદ દેખાતા પૂછ્યું તો એમની ઉપર હુમલો કરાયો હતો.

અઠવાડિયામાં બીજી વાર ધાડપાડું ગેંગનો પ્રયાસ

લગભગ એક જ અઠવાડિયામાં બીજી વાર ધાડપાડું ગેંગના બદમાશો સીસીટીવી માં કેદ થઈ ગયા બાદ પણ પોલીસે અરજી આપવા જણાવતા સોસાયટીવાસીઓ પોલીસ સામે પણ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. ધાડપાડુ ગેંગ બેકાબુ બનતા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતીનો અંદાજો લગાડી શકાય છે. ધાડપાડુ ગેંગની કરતુતોના સીસીટીવી સોશિયલ મિડીયામાં વાઇરલ થયા હતા.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud