• પીપળાના પાન પર આર્ટિસ્ટે કૃષ્ણ જન્માષ્ટમી, રામ મંદિર, સ્વસ્તિક, સહિત અલગ અલગ આકૃતિઓ બનાવી હતી
  • સોપારી પર 2021 લખીને આકૃતિ બનાવવા તેમને 2 થી 3 કલાક જેટલો સમય લાગ્યો હતો

#Surat - વર્ષ 2021 ના વધામણાં : શુભ મનાતી સોપારી પર નવવર્ષની કોતરણી કરાઈ

WatchGujarat. સુરતમાં મીનીએચર આર્ટીસ્ટ તરીકે જાણીતા પવન શર્માએ નવા વર્ષને વેલકમ કરવા અનોખી ડિઝાઇન તૈયાર કરી છે. તેઓએ સોપારી પર 2021 આર્ટ વર્ક કર્યું છે. તેઓનું માનવું છે કે સોપારી હિન્દૂ ધર્મમાં શુભ મનાય છે. ત્યારે આવનારું નવું વર્ષ પણ સૌ લોકો માટે શુભ રહે.

સુરતમાં રહેતા પવન શર્મા મીની એચર આર્ટિસ્ટ છે. તેઓને નાની વસ્તુઓ પર આકૃતિ બનાવે છે. અને તેઓની આ કારીગરીને લઈને સુરતમાં સૌ લોકો તેમને મીનીએચર આર્ટિસ્ટ તરીકે ઓળખે છે. લોક ડાઉન દરમ્યાન સૌ કોઈ લોકો ઘરમાં હતા ત્યારે તેઓએ કાંઈક નવું કરવાનું વિચાર્યું હતું. તેઓના ઘર નજીક એક પીપળાનું ઝાડ હતું. તેઓ તે ઝાડના પાન લઈને આવતા હતા અને તે પાનને કોતરીને તેઓ અલગ અલગ પ્રકારની આર્ટ તૈયાર કરતા હતા. પીપળાના પાન પર તેઓએ કૃષ્ણ જન્માષ્ટમી, રામ મંદિર, સ્વસ્તિક, સહિત અલગ અલગ આકૃતિઓ બનાવી હતી. જે આકર્ષણનું કેન્દ્ર બની હતી.

#Surat - વર્ષ 2021 ના વધામણાં : શુભ મનાતી સોપારી પર નવવર્ષની કોતરણી કરાઈ

હવે જ્યારે નવું વર્ષ આવવા જઈ રહ્યું છે. લોકો નવા વર્ષની એક નવી આશા સાથે રાહ જોઈ રહ્યા છે ત્યારે તેઓએ પણ એક અલગ અંદાજમાં નવા વર્ષને વેલકમ કરતી કૃતિ બનાવી છે. આ કૃતિ પીપળાના પાન પર નહિ પણ સોપારી પર બનાવી છે. તેઓએ સોપારી પર પહેલા ગણપતી બાપાની આકૃતિ બનાવી હતી. અને ત્યારબાદ તેઓએ અલગ અલગ 45 આકૃતિઓ તૈયાર કરી હતી . સોપારી પર આકૃતિ બનાવવા અંગે તેઓએ જણાવ્યું હતું કે હિન્દૂ ધર્મ માં સોપારીને શુભ માનવામાં આવે છે. એટલે આ વખતે સોપારી પર 2021 લખીને અલગ જ આકૃતિ તૈયાર કરી છે. જેથી આવનારું નવું વર્ષ પણ શુભ નીવડે. આ આકૃતિ બનાવવા તેમને 2 થી 3 કલાક જેટલો સમય લાગ્યો હતો

મીનીએચર આર્ટીટ્સ પવન શર્માએ અગાઉ પાન પર અલગ અલગ કૃતિઓ બનાવી હતી. અને હવે તેઓ સોપારી પર એ ટુ ઝેડ આલ્ફાબેટ બનાવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે પહેલા 1 કલાક જેટલો સમય લાગતો હતો પરંતુ હવે 15 થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને મોટી કોઈ આકૃતિ બનાવવાની હોય તો ક 2 થી 3 કલાક જેટલો સમય લાગે છે

ઉલ્લેખનીય છે કે પાન અને સોપારી પર કારીગરી કરી પવનભાઈએ પોતાની કલાને ઉજાગર કરી છે. અને તેઓની કલાને જોઈને લોકો પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. અને આ વર્ષે નવા વર્ષને વધાવવા તેઓએ સોપારી પર વેલકમ 2021ની આકૃતિ તૈયાર કરી છે. જે પણ હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. સોપારી જેટલી શુભ માનવામાં આવે છે તેટલું શુભ આ વર્ષ આપના માટે નીવડે તેવી શુભેચ્છાઓ.

More #Miniature #artist #ambush #2021 #on-holy #Areca-Nut #Surat News #Watchgujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud