• દંપત્તિએ લોકોને લલચાવી લાખો રૂપિયાનો ચુનો ચોપડ્યો 
  • કમિશન આવતું બંધ થતા દંપત્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ 
  • લોકોને આકર્ષવા માટે સેલીબ્રીટીઝ સાથે પાર્ટીનું આયોજન કરવામાં આવતું

WatchGujarat. સરથાણા જકાતનાકા સ્થિત ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લી.ની આયુર્વેદીક પ્રોડક્ટ બનાવી વેચતી કંપનીની બે વર્ષમાં પૈસા ડબલ કરવાની સ્કીમમાં લોકોનો દંપત્તિએ જોડ્યા હતા. કંપનીમાં જો કોઈ રોકાણ કરે તો તેને દર મહિને કમિશન આપવાની વાત કરી લોકો પાસે રોકાણ કરાવી લાખો રૂપિયા ઉઘરાવી કંપનીના સંચાલકો ઉઠમણું કરી ફરાર થઈ ગતા હતા. આખરે ઠગાઈનો ભોગ બનેલા ડિંડોલીના વૃદ્ધે સરથાણા પોલીસ મથકમાં કંપનીના સંચાલકો, મેનેજર, એજન્ટ સહિત 9 વિરુદ્ધ કુલ રૂ. 45.32 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં ડિંડોલી ખરવાસા રોડ ઓમનગર સોસાયટી ઘર નં.32 માં રહેતા 59 વર્ષીય અભિમન્યુ ઉર્ફે આબા હિમતરાવ પાટીલ અગાઉ ઉધના રેલવે સ્ટેશન નજીક આયુર્વેદીક પ્રોડક્ટનું વેચાણ કરતા હતા. ત્યારે મિત્ર કૈલાશ સોનવણેએ જીતેન્દ્રકુમાર મોહંતો અને નવીનકુમાર મોહંતો સાથે ઓળખાણ કરાવી હતી. નવેમ્બર 2018 માં જીતેન્દ્રકુમાર અને નવીનકુમારે રીયલ એસ્ટેટ અને પી.વી.સી પાઈપ ઉત્પાદનમાં સક્રિય સરથાણા જકાતનાકા સ્થિત ડીએસજીએમ ઇન્ડિયા પ્રા.લી.ની આયુર્વેદીક પ્રોડક્ટ બનાવી વેચતી કંપનીમાં રૂ.7,500 ભરી સભ્ય બનનારને કંપની પ્રથમ રૂ.7500 ના રોકાણની સામે આયુર્વેદીક પ્રોડક્ટ અથવા કોઈ અન્ય પ્રોડક્ટ આપતી હતી. અને પછી જો રોકાણકાર વધુ રોકાણ કરે તો અને તેને કોઈ પ્રોડક્ટ જોઈતી ન હોય તેવા પ્લાન પણ આપી કમિશન અને બે વર્ષમાં પૈસા ડબલ કરવાની બાહેંધરી આપવાની વાત કરી હતી.

જો કોઈ રોકાણકાર તેમની નીચે વધુ સભ્યો બનાવે તો વધુ કમિશન મળશે તેવી લાલચને પગલે અભિમન્યુ ઉર્ફે આબાભાઈ રૂ.7500 રોકી સભ્ય બન્યા હતા. ઠગ દંપત્તિએ સેલીબ્રીટીને સાથે રાખીને ઝાકઝમાળ ઉભી કરી લોકોને છેતરવાનો પ્રસાય કર્યો હતો. આથી જીતેન્દ્રભાઈએ પોતાના અને અભિમન્યુ ઉર્ફે આબાભાઈના મોબાઈલ ફોનમાં  કંપનીની વેબસાઈટમાં આઈ.ડી.જનરેટ કરી આપ્યું હતું. તેમાં રોકાણની વિગતો દેખાતી હતી. 8-10 દિવસ બાદ જીતેન્દ્રભાઈ અભિમન્યુ ઉર્ફે આબાભાઈને કંપનીની સરથાણા જકાતનાકા ગોકુલમ આર્કેડ સ્થિત ઓફિસે લઈ ગયા ત્યારે ત્યાં હાજર કંપનીના માલિક ભાર્ગવભાઇ, તેમના ભાઈ મહેન્દ્રભાઈએ કીમમાં પી.વી.સી પાઈપ બનાવવાની કંપની અને રોયલના નામે કન્સ્ટ્રક્શનનું મોટું કામ છે કહી જેટલું રોકાણ કરશો અને કરાવશો તેટલો વધુ ફાયદો થશે તેમ કહેતા અભિમન્યુ ઉર્ફે આબાભાઈએ પોતે તેમજ પોતાના પરિચિત 16 વ્યક્તિનું કુલ રૂ.63,11,500 નું રોકાણ કંપનીમાં કર્યું હતું.

કંપનીએ તમામને શરૂઆતમાં દર મહિને સમયસર કમિશન આપ્યું હતું. પરંતુ એપ્રિલ 2019 માં કમિશન આવતું બંધ થઈ ગયું હતું. આથી અભિમન્યુ ઉર્ફે આબાભાઈ જીતેન્દ્રભાઈ અને નવીનકુમારની સાથે કંપનીની ઓફિસે ભાર્ગવભાઈને મળ્યા તો તેમણે તમે રોકેલી કોઈ રકમ ડૂબશે નહીં તેવો વાયદો તો કર્યો હતો. જો કે ત્યાર બાદ એક પણ રૂપિયો પરત કર્યો ન હતો. અને બીજા જ મહિને કંપનીની ઓફિસ બંધ થઈ ગઈ હતી. રોકાણકારો ભેગા થઈ ભાર્ગવભાઈના ઘરે પહોંચ્યા તો ત્યાં બાંધકામ ચાલતું હતું અને તેઓ બાજુના નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા હોય ત્યાં જઈ પૈસા અંગે પૂછ્યું તો ફરી ભાર્ગવભાઈ, તેમના ભાઈ મહેન્દ્રભાઈ અને ભાર્ગવભાઈના પત્ની શિવાનીબેને રકમ પરત મળશે તેવી બાહેંધરી આપી હતી. ત્યાર બાદ વારંવાર ઉઘરાણી કરતા તેમણે રોકણકારોને ચેક લખી આપ્યા હતા પરંતુ તે એકાઉન્ટ ક્લોઝના શેરા સાથે પરત થયા હતા. ત્યાર બાદ કંપનીના સંચાલકો અને મેનેજર હનીસિંઘનો સંપર્ક થયો નહોતો. જેથી અભિમન્યુ ઉર્ફે આબાભાઈએ તમામ ભાર્ગવભાઇ સહિત કુલ 9 વ્યક્તિ વિરુદ્ધ કુલ રૂ. 45,32 લાખની છેતરપિંડીની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાવતા ઇકોસેલ ક્રાઈમના પીઆઈ ડી.કે.પટેલે વધુતપાસ હાથ ધરી છે.

કોના કોના વિરુદ્ધ ગુનો નોંધાયો

1) ભાર્ગવભાઈ પ્રવિણચંદ્ર પંડયા ( રહે.ઘર નં.119, જય યોગેશ્વર સોસાયટી, શ્યામધામ મંદિર પાસે, સરથાણા, સુરત. મૂળ રહે.રોયલ ગામ, તા.તળાજા, જી.ભાવનગર )

(2) તેના પત્ની શિવાનીબેન

(3) ભાર્ગવનો ભાઈ મહેન્દ્ર

(4) મેનેજર હનીસિંઘ

(5) એજન્ટ જીતેન્દ્રકુમાર શ્રીરામલખન મોહંતો ( રહે.ઘર નં.37, મહાવીર સોસાયટી, ડાયમંડ બેન્ક પાસે, તલંગપુર રોડ, સચીન, સુરત. મૂળ રહે.બિહાર )

(6) એજન્ટ નવીનકુમાર રામબ્રિજપ્રસાદ મોહંતો ( રહે.ઘર નં.37, મહાવીર સોસાયટી, ડાયમંડ બેન્ક પાસે, તલંગપુર રિપ્ડ, સચીન, સુરત. મૂળ રહે.બિહાર )

(7) એજન્ટ કૌશિકભાઈ સુરેશભાઈ રાઠોડ ( રહે.બી-107, શ્યામ કોમ્પ્લેક્ષ, અમરોલી ચાર રસ્તા, સુરત )

(8) એજન્ટ સંજયકુમાર સતીષચંદ્ર દેસાઈ ( રહે.સી/404, રાજ પેલેસ, આનંદમહલ રોડ, અડાજણ, સુરત )

(9) એજન્ટ વિનોદભાઈ ધુડાભાઈ વણકર ( રહે.સી/ 604, ગાર્ડનવ્યુ એપાર્ટમેન્ટ, મોરાભાગળ, સુરત અને ઘર નં.4, અમૃતનગર સોસાયટી, ગાયકવાડ મિલની સામે, બીલીમોરા, તા.ગણદેવી, જી.નવસારી. મૂળ રહે.મેલાણા, તા.વલ્લભીપુર, જી.ભાવનગર )

સેલીબ્રીટીઝની હાજરીમાં મોટી અને ભવ્ય પાર્ટીનું આયોજન કરાતું હતું

ભાર્ગવ પંડ્યા સહિતનાએ મુંબઈ અને દિલ્હીમાં કંપનીના પ્રમોશન માટે પ્રમોશનલ પ્રોગ્રામ કરતા હતા. તેઓ ઘણી વખત ઓછી ખરીદી પર વિદેશ ટૂરની પણ લાલચ આપતા હતા. એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતા હતા. હવે આ કેસની તપાસ ઈકો સેલને સોંપાઈ છે. ભાર્ગવ પંડ્યા સહિતનાએ મુંબઈ અને દિલ્હીમાં કંપનીના પ્રમોશન માટે પ્રમોશનલ પ્રોગ્રામ કરતા હતા. તેઓ ઘણી વખત ઓછી ખરીદી પર વિદેશ ટૂરની પણ લાલચ આપતા હતા. એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતા હતા. હવે આ કેસની તપાસ ઈકો સેલને સોંપાઈ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud