નવ નિર્મિત સાઇટ પર કામગીરી દરમિયાન શ્રમિકો દબાતા લોકો દોડી આવ્યા
લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
કાટમાળ નીચે કેટલા શ્રમિકો દબાયા હશે તેની સત્તાવાર રીતે ફાયર વિભાગ દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી
WatchGujarat. સુરતમાં મોટા વરાછામાં ખોદકામ વખતે અકસ્માત સર્જાયો છે. બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું. પ્રાથમિક વિગતો પ્રમાણે, કામગીરી દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં. નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તાત્કાલિક ફાયરબ્રિગેડના લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે જ્યારે એકનું મોત થયું છે.
https://youtu.be/ngNuXEn5y90
દુર્ધટનાને પગલે લોકો દોડી આવ્યાં
દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓ ને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કામ કરતા કર્મીઓની સુરક્ષા સામે સવાલ
કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ઘણી બેદરકારી હોવાનું જણાઈ આવ્યું છે. કામ કરતા મજૂરો દિવાલના લગાવેલી માટે સાથે ધસી જવાથી નીચે દબાયા હતા. ભીની માટી હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. કાટમાળ નીચે કેટલા શ્રમિકો દબાયા હશે તેની સત્તાવાર રીતે ફાયર વિભાગ દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.