WatchGujarat. સુતરમાં 22 દિવસ પહેલા 19 જાન્યુઆરીના રોજ રોડ પર સુઇ રહેલા શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળ્યું હતું. ઘટનામાં 15 જેટલા લોકોનો મોત થયા હતા અને પીએમથી લઇને સીએમ સુધીના લોકોએ સમગ્ર મામલો પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. ઘટનાના 22 દિવસ બાદ બુધવારે ઘટનાનું પુવરાવર્તન થયું છે. અને કુંભારીયો રોડ પર થી લાલ દરવાજા રોડ પરથી પસાર થઇ રહેલી લક્ઝરી બસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને ડિવાઇડર પર ઉભેલા વ્યક્તિને કચડી કાઢ્યો હતો. બેકાબુ બની રહેલા વાહનોને કારણે હવે ડિવાઇડર પર ઉભા રહેવું અથાતો સુઇ જવું સુરક્ષીત નથી. બુધવારે સુરતમાં અલગ અલગ વિસ્તારમાં કુલ મળીને ચાર જેટલા અકસ્માત થયા હતા. જેમાંથી લક્ઝરી બસ સાથે થયેલા અકસ્માતમાં એક શખ્સનું મોત નિપજ્યું હતું.
#Surat – આ તે કેવુ મોતઃ ફૂટપાથ પર સુતેલા 18 શ્રમજીવીઓને ડમ્પરે કચડી નાખ્યાં, 15ના મોત, અન્યની હાલત ગંભીર
પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના પુણા કુંભારિયા રોડ પર આવેલી ગંગા હોટલ પાસે લાલ દરવાજા તરફથી આવતી ઓમ સાંઈ રામ લક્ઝરી બસ પસાર થઇ રહી હતી. તે વેળાએ બસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી બસ ડીવાઈડર પર ચડી ગયી હતી. બસ ડિવાઈડર પર ચડી જતા ત્યાં ઉભેલા એક ઇસમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને આસપાસ લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. અકસ્માત સર્જી બસ ચાલક ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. બીજી તરફ અકસ્માતની ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ઉપરાંત મરનાર ઇસમની ઓળખ કરવાની કામગીરી શરુ કરી છે.
#Surat - કરૂણ અકસ્માતને નજરે જોનાર રાજુએ વર્ણવી દર્દનાક કહાની, CCTV સામે આવ્યા
ઉધનામાં કાર ચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા
સુરતના ઉધના દરવાજા પાસે પણ અકસ્માતની સવારમાં ઘટના સામે આવી હતી. એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા એક પછી એક ત્રણ વાહનો અડફેટે લીધા હતા. જેમાં એક રીક્ષા, બાઈક અને એક કારનો સમાવેશ થાય છે. અકસ્માતની આ ઘટનામાં ૩ લોકોને ગંભીર ઈજા થઇ હોવાનું જાણવા મળ્યું છે. જેઓએ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં બે કારને ભારે નુકશાન થયું હતું. જયારે એક કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. અન કારના ટુકડાઓ રસ્તા પર જોવા મળ્યા હતા. જેથી મનપાની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને રોડ પર પડેલા કાચના ટુકડાઓ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
કતારગામમાં ટ્રક ચાલકે વિધાર્થીને અડફેટે લીધો
સુરતના કતારગામ વીસ્તારમાં ૧૫ દિવસ પહેલા એક ટ્રક ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધો હતો. અકસ્માતની તે ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. ત્યારે આજે વધુ એક ઘટના સામે આવી છે. અંકુર સ્કુલ પાસે સાયકલ પર જઈ રહેલા એક વિદ્યાર્થીને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા થતા તેને ૧૦૮ની મદદથી લોકોએ હોસ્પિટલ ખસેડ્યો હતો. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત થતા અહી મોટી સંખ્યામાં લોક ટોળું પણ એકત્ર થઇ ગયું હતું. નો એન્ટ્રીના સમયમાં ભારે વાહનો સુરતમાં ફરી રહ્યા છે. અને અવાર નવાર અકસ્માતની ઘટના બની રહી છે.અને અકસ્માતની આ ઘટનામાં લોકોના જીવ પણ જીવ પણ ગુમાવી રહ્યા છે. ત્યારે પોલીસની બેદરકારી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
વેસુમાં ફિલ્મી ઢબે કાર પલ્ટી મારી ગયી
સુરતના વેસુ વીસ્તારમાં સ્વીફ્ટ કાર પુરપાટ ઝડપે પસાર થઇ રહી હતી. તે વેળાએ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલટી મારી ગયી હતી. ફિલ્મી ઢબે કાર પલટી મારી રોડ પરથી સર્વિસ રોડ પર પહોચી ગયી હતી. અકસ્માતની આ ઘટનામાં કાર ચાલકને ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ કારનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. સદનસીબે સર્વિસ રોડ પર કોઈ વ્યક્તિ પસાર ન થતું હોવાથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી. બીજી તરફ આ ઘટનાને લઈને લોકો એકઠા થઇ ગયા હતા. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. અકસ્માતના પગલે રોડ પર કાચના ટુકડાઓ પણ જોવા મળ્યા હતા.