• સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયમાં ગુનાખોરી વધી રહી છે.
  • કિમ ગામમાં પાડોશીએ જ 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું
  • ત્યાર બાદ બાળકીને રૂ. 50 આપી તેની માતાની નજર સામે જ તે ફરાર થઇ ગયો
  • બાળકી સતત રડતી હોવાથી તેની માતાએ તેને પટાવીને પુછતા ચોંકાવનારી હકીકત સામે આવી

WatchGujarat. સુરતના કિમ વિસ્તારમાં 9 વર્ષીય બાળકી પર પડોશીએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આરોપીએ બાળકીને 50 રૂપિયા આપી આ ઘટના કોઈને ન કહેવા જણાવ્યું હતું. સાથે જ ધમકી આપી હતી કે જો આ બનાવની જાણ તે તેના માતા-પિતાને કરશે તો તેને જનથી મારી નાખશે.. જો કે આખરે બાળકીને રડતા જોઈ માતાએ તેની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

બાળકીઓ પર દુષ્કર્મ , છેડતીના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતના કિમ ગામમાં 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. કિમ ગામમાં 9 વર્ષીય બાળા પર પાડોશીએ જ દુષ્કર્મ આચર્યું હતું. એટલું નહિ બાળકીને 50 રૂપિયા આપી આ ઘટનાની જાણ કોઈને ન કરવા જણાવ્યું હતું. અને જો આ ઘટનાની જાણ તે તેના મમ્મી પપ્પાને કરશે તો તે જનથી મારી નાખશે તેમ જણાવી 50 રૂપિયા આપી બાળકીની માતાની નજર સામે જ તે ફરાર થઈ ગયો હતો.

બાળકીના રડ્યા બાદ માતાએ પટાવીને પૂછતાં મામલો બહાર આવ્યો

આ ઘટના બાદ બાળકી હેબતાઈ ગયી હતી. અને સતત રડ્યા કરતી હતી. બાળકીને રડતા જોઈ બાળકીની માતાએ પટાવીને બાળકીની પૂછપરછ કરી હતી. જેમાં બાળકીએ જણાવ્યું હતું કે અંકલ ને મેરે સાથ ગંદા કામ કિયા હૈ મુજે 50 રૂપિયા દેકર બોલા થા કી એસા કરો, વેંસા કરો, ઔર મુજે ઉસને માર ડલને કી બાત કરી થી ઔર અપકો જેલ હો જાયેગી એસા બતાયા થા, બાળકીના મોઢેથી આ વાત સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી ગઇ હતી.

સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી

આ બનાવ અંગે માતાએ તેના પતિને જાણ કરી હતી. જેથી બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઉ હતી. જો કે ત્યાંથી આ સમગ્ર મામલે પોલીસને જાણ કરવા જણાવ્યું હતુ. જેથી પરિવારે પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે.

બાળકીના પિતાએ જણાવ્યું હતું કે, વાસના પીડિત તેઓના ઘરની ઉપર રહેતા યુવકનો સાળો છે. અને ઉપર રહેતો પરિવાર તેની માતા બીમાર હોવાથી વતન ગયો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud