• ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ દારૂની અવર જવર કરવા માટે બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી રહ્યા છે
  • બાતમીના આધારે પોલીસે શખ્સની પુછપરછ કરી, વાહનમાં તપાસ કરતા તમામ ચોંકી ઉઠ્યા
  • આરોપીએ દારૂ વેચનાર અને મંગાનવારના નામો આપતા પોલીસે તેઓની ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા

WatchGujarat.  બાઈકને મોડીફાય કરી કચરાની ગુણોમાં દારૂની હેરાફેરી કરી રહેલા એક ઈસમને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને બાઈક મળી કુલ રૂ. 92 હજારની મત્તા કબજે કરી છે. અને દારુ આપનાર અને દારૂ મંગાવનારા ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આદર્શ આચાર સંહિતા લાગુ છે ત્યારે દારૂની હેરફેર કરવા માટે બુટલેગરો અવનવા રસ્તાઓ અજમાવી રહ્યા છે.

બુટલેગરો દારૂની હેરાફેરી કરવા અવનવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ સુરતમાં એક વ્યક્તિએ દારૂની હેરાફેરી કરવા એક નવા પ્રકારનો જ કીમિયો અપનાવ્યો હતો. જે જોઈને ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. સુરતમાં પીસીબી પોલીસને બાતમી મળી હતી કે ડીંડોલી પાસે આવેલા શિવહીરાનગર પાસે એક ઇસમ કચરાની ફેરી મારવાની સાથે ચોરી છુપીથી દારૂની હેરાફેરી પણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહન લઇ જનારનો રોક્યો હતો.

પુછપરછમાં ચાલકે પોતાનું નામ ક્રિષ્ના શ્યામલાલ મિશ્રા હોવાનું જણાવ્યું હતું. તેણે પોતાની બાઈકને મોડીફાય કરાવી હતી. જેમાં તેણે બાઈકની પાછળના ભાગે લોખંડની લોડીંગ કેરેજનું ફીટીંગ કરાવ્યું હતું. અને તેમાં બે પ્લાસ્ટિકની ગુણો મુકી દીધી હતી. અને તેમાં ઉપર કચરો, પ્લાસ્ટીકની વપરાયેલી ખાલી બોટલો મૂકી દીધી હતી. અને નીચે દારુ છુપાવ્યો હતો. પોલીસે તપાસ કરતા તેમાંથી રૂ. 40 હજારનો દારુ મળી આવ્યો હતો. જેથી પોલીસે તે બાઈક, દારૂ મળી કુલ રૂ. 92 હજારની મત્તા કબજે કરી છે.

બે ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા

પોલીસનીપૂછપરછમાં તેને આ દારૂ દમણ ખાતેથી લાલુ નામના ઇસમે આપ્યો હોવાનું તેમજ આ દારુ રાકેશ નામના ઇસમે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud