• બાળકીને થોડા અંતરે લઈ જઈ બંનેને મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવીને અડપલાં કર્યા
  • વાતની જાણ પરિવારજનોને થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

#Surat - નરાધમ પાડોશીની કરતૂત : માસૂમ બાળકીને અશ્લીલ Video બતાવી છેડતો

WatchGujarat. સુરતના ઉધનામાં 60 વર્ષના વૃદ્ધે વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી અને 4 વર્ષની બાળકીને મોબાઇલમાં અશ્લીલ વીડિયો-ફોટો બતાવીને અપડલાં કર્યા હતા. જો કે આ મામલે બાળકીઓએ પરિવારને જાણ કરતા પરિવારે ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. #નરાધમ

સુરતના ઉધના વિસ્તારમાં એક પરિવાર રહે છે. અને તેઓની 6 વર્ષની બાળકી અને તેની સાથે અન્ય 4 વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી. તે સમયે તેજ વિસ્તારમાં રહેતો 60 વર્ષિય અશોક શિવલાલ રાણા ત્યાં આવ્યો હતો. તેને બંને બાળકીને થોડા અંતરે લઈ જઈ બંનેને મોબાઇલ ફોનમાં અશ્લીલ વીડિયો બતાવીને અડપલાં કર્યા હતા. ત્યાર બાદ અશોકે બાળકીઓને જવા દીધી હતી. ગુરૂવારે પણ સાંજે બાળકીઓને અશોક દેખાયો હતો. જેથી બાળકીઓએ વૃદ્ધે કરેલી હરકત તેણીના પિતાને કરી હતી.

જેથી આ મામલે બાળકીના પિતાએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી 60 વર્ષના અશોક શિવલાલ રાણાને ધરપકડ કરી લીધી હતી. આરોપી ત્યાં આવેલી એક ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. અને તે એકલવાયું જીવન વિતાવે છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

More #નરાધમ #Old age #person #show #adult #video #Girl #Child #Surat news #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud