• સુરતમાં કેસો વધતા તંત્રએ બાગ, જીમ સહિતની જગ્યાઓ બંધ કરાવવાની સુચના આપી
  • અગાઉ અનલોકના અનેક તબક્કાઓમાં જીમ ખોલવાની મંજુરી નહિ મળતા લોકોને આર્થિક ફટકો પડ્યો હતો
  • સોમવારે જીમ સંચાલકો અનોખા વિરોધ સાથે પાલિકા કચેરી ધસી આવ્યા 
  • જીમ સંચાલકોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે

WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપા દ્વારા સુરતના જીમ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈને જીમ સંચાલકો અને ટ્રેનરો રોષે ભરાયા હતા. મોટી સંખ્યામાં જીમ સંચાલકો અને ટ્રેનરો મનપા કચેરી બહાર પહોચ્યા હતા. અને મનપા કચેરી બહાર જ કસરત કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી બાદ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા 5 દિવસમાં રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે. જેને લઈને મનપા તંત્ર ફરી એક વખત દોડતું થયું છે. મનપા દ્વારા સીટી બસ સેવા, થીયેટરો, બાગ બગીચાઓ, અને જીમ બંધ કરવાની સુચના આપી દીધી હતી. જેને લઈને જીમ સંચાલકો રોષે ભરાયા છે. મનપા કચેરી બહાર મોટી સંખ્યામાં જીમ સંચાલકો અને ટ્રેનરો એકઠા થયા હતા. અને મનપા કચેરી બહાર જ સાધનો વડે કસરત કરી વિરોધ નોંધાવ્યો હતો.

જીમ સંચાલકે કહ્યું છે કે, જીમમાંથી પોઝીટીવ કેસો સામે આવ્યા હોય તેવું હજી સુધી બન્યું નથી. તેમજ જીમમાં તમામ પ્રકારની ગાઈડ લાઈનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જીમ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવતા જીમ ટ્રેનરોને ઘર ચલાવવામાં અને સંચાલકોને જીમના ભાડા ભરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

મનપા કચેરી બહાર જ કસરત કરી વિરોધ નોંધાવ્યો

મનપા દ્વારા વધતા જતા કોરોનાના સંક્રમણને લઈને જીમ બંધ કરાવવામાં આવ્યા છે. જેને લઈને અગાઉ પણ જીમ સંચાલકો અને  જીમ ટ્રેનરોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે આજે ફરી એક વખત આ વિરોધ સામે આવ્યો હતો. રોષે ભરાયેલા જીમ ટ્રેનરો અને લોકો મનપા કચેરી બહાર પહોચી ગયા હતા. અને રોડ પર જીમના સાધનો અને ડંબેલ વડે કસરત કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને જ્યાં સુધી જીમ ચાલુ નહિ થાય ત્યાં સુધી અમે રોડ પર જ ઉભા રહીને કસરત કરીશું તેમ જણાવ્યું હતું.

ઘર અને ભાડા ભરવા મુશ્કેલ બન્યા

જીમ સંચાલકે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિને લઈને લોકડાઉન કરવામાં આવ્યું હતું. અને અનલોકના અનેક તબક્કા સુધી જીમને છૂટ આપવામાં આવી ન હતી. જેને લઈને અગાઉથી જ તેઓની હાલત કફોડી બની હતી. આ ઉપરાંત હાલમાં થોડા સમય પહેલા જ છૂટછાટ આપવામાં આવી હતી. ત્યાં ફરી એક વખત જીમ બંધ કરાવવામાં આવી રહ્યા છે. જેને લઈને જીમ ટ્રેનરોને ઘર ચલાવવામાં અને સંચાલકોને જીમના ભાડા ભરવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud