• દેશના અલગ અલગ રાજ્યોમાંથી હાલમાં ઓક્સીજન સપ્લાય રોડ થકી ટેન્કર મારફતે કરવામાં આવી રહ્યું છે
  • અકસ્માત બાદ નકામા બનેલા ટેન્કરને જલ્દીથી ચાલુ કરવાનુ પડકારજનક કામ સુરતના ગેરેજ સંચાલકે કરી બતાવ્યું
  • વડોદરા અને રાજકોટમાં રીપેરીંગ કરવા માટે મહિના સુધીનો સમય લાગશે તેમ જણાવાયું હતું
  • ઓક્સિજનની કટોકટી વચ્ચે તેનું પરિવહન કરતા ટેન્કરને કલાકોમાં રીપેર કરીને સુરતીઓએ કમાલ કરી દીધો

WatchGujarat. દેશ અને ગુજરાતમાં ઓક્સીજનની અછત સર્જાઈ રહી છે અને ખાસ કરીને ઓક્સીજન સપ્લાય કરતા ટેન્કરો અને તેના ચાલકો હાલ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે ગુજરાતના ચોટીલા ખાતે ઓક્સીજન ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો હતો. અને ટેન્કરનો કચ્ચરધાણ નીકળી ગયો હતો. પણ ઓક્સિજન ટેન્કને કોઇ પણ પ્રકારનું નુકશાન થયું ન હતું. ટેન્કરની તાતી જરૂરિયાત હોય તેને રીપેર કરવા માટે ઓછામાં ઓછા 15 દિવસનો સમય લાગે છે પરંતુ સુરતના કામરેજ ખાતે આવેલા ઓટો ગેરેજમાં 12 સભ્યોની ટીમે માત્ર 15 કલાકની અંદર જ આ ટેન્કરને રીપેર કરી પુનઃ કાર્યરત કરી દીધું છે.

ગુજરાત સહીત દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. અને દેશ અને ગુજરાતમાં ઓક્સીજનની અછત સર્જાઈ રહી છે. ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાંથી હાલમાં ઓક્સીજન સપ્લાય રોડ થકી ટેન્કર મારફતે કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાતમાં પણ ટેન્કર મારફતે ઓક્સીજનની સપ્લાય કરવામાં આવે છે. પરંતુ ગુજરાતમાં એક ટેન્કરને અકસ્માત નડ્યો હતો અને અશ્ક્ય લાગતા કામને માત્ર 14 કલાકમાં જ આ ટેન્કરને રીપેર કરી પુનઃ કાર્યરત કરવામાં આવ્યું છે

Watchgujarat.com સાથે વાત કરતા અર્જુન મોદીએ જણાવ્યું હતું કે તેઓ સુરતના કામરેજ ખાતે અંબિકા ઓટો સર્વિસના નામે ગેરેજ ચલાવે છે. ગત ૨૬ તારીખના રોજ ગુજરાતના ચોટીલા ખાતે જીજે ૦૬, એઝેડ ૩૭૮૩ નામના ઓક્સીજન ભરેલા ટેન્કરને અકસ્માત નડ્યો હતો. પરંતુ ટેન્કરમાંથી ઓક્સીજન બીજા ટેન્કરમાં સપ્લાય કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં ઓક્સીજન સપ્લાય માટે ટેન્કરની તાતી જરૂરીયાત હોય ટેન્કરને રીપેર માટે પહેલા રાજકોટ લઇ જવામાં આવ્યું હતું. પરંતુ ત્યાં 1 મહિના જેટલો સમય લાગે તેમ જણાવ્યું હતું. જેથી ત્યાના ડીલરોએ તંત્રને અમારું સરનામું આપ્યું હતું. જેથી ટેન્કરને ક્રેઇન મારફતે પહેલા વડોદરા અને ત્યારબાદ સીધુ સુરત લાવવામાં આવ્યું હતું. અકસ્માતમાં ટેન્કરનો આગળનો ભાગ ખુરદો બોલી ગયો હતો. અમારા માટે ટેન્કર રીપેર કરવું એક પડકાર જનક હતું. પરંતુ અમે આ ચેલેન્જ ઉઠાવી હતી. અને ટેન્કર રીપેર કરવાની કામગીરી શરુ કરી હતી.

12 સભ્યોની ટીમે દિવસ રાત કામ કર્યું

અર્જુન મોદીએ જણાવ્યું હતું કે ટેંકર જયારે અહી લાવવામાં આવ્યું ત્યારે તેને 15 દિવસમાં પણ તૈયાર કરવું શક્ય ન હતું. પરંતુ તંત્રનું પ્રેશર હતું. જેથી અમારી ટીમે આ ચેલેન્જ ઉપાડી હતી. ટેંકરને રીપેર કરવા માટે 2 ઇલેક્ટ્રિક, 4 મેક્નીક સહીત 12 જેટલા કારીગરો કામે લાગ્યા હતા. અને 24 કલાકની અંદર જ ટેન્કરને તૈયાર કરી પુનઃ કાર્યરત કરી દેવાયું છે. 12 જેટલા કારીગરોએ જમવાનું છોડીને દિવસ અને રાત કામ કર્યું હતું અને માત્ર 14 કલાકમાં જ ટેન્કર રેડી કરી દીધું છે.

અત્યાધુનિક સાધનો અને અનુભવી ટીમથી શક્ય બન્યું

અર્જુન મોદીએ ઉમેર્યું હતું કે, ચોટીલાથી આ ટેન્કરને પહેલા રાજકોટ લઇ જવામાં આવ્યું હતું. પરંતુ ત્યાંના લોકોએ ૧૫ દિવસ જેટલો સમય લાગશે તેમ જણાવ્યું હતુ. પરંતુ ઓક્સીજન કેવી અછત છે અને ટેંકર અને ઓક્સીજની શું કિંમત છે તે આપણે સૌ હાલની પરિસ્થિતિ જોતા જાણીએ છીએ ત્યારે અમારી પાસે આ ટેન્કરને લાવવામાં આવ્યું હતું. અને અમે અત્યાધુનિક સાધનો અને અનુભવી ટીમ થકી આ ચેલેન્જ ઉપાડી તેને પૂર્ણ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud