સુરત સહિત રાજ્યના શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે
ગત રોજ ફાર્માહાઉસમાં આતશબાજી સાથે બર્થડેની ઉજવણી બાદ આજે લગ્ન પ્રસંગનો વિડીયો વાયરલ થયો હતો
કોરોના કાળમાં લોકોની બેદરકારી જીવલેણ નિવડી શકે છે
WatchGujarat. રાજ્યમાં કોરોનાની સુનામી ચાલી રહી છે. રોજે રોજ કોરોના પોઝીટીવ કેસોની સંખ્ય અને મૃત્યુની સંખ્યામા વધારો જોવા મળી રહી છે. રાજ્યમાં કોરોનાએ કટોકટી ભરી સ્થિતી સર્જી છે, જે દિવસેને દિવસે વધુ વિકટ થઇ રહી છે. તેવા સમયે શહેરમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં બેફીકર બનીને જાનૈયાઓ નાચતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઇને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
https://youtu.be/51plBSb2Oxs
સુરત સહિત રાજ્યના શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળતા, મૃતકોની અંતિમક્રિયા માટે લાંબી કતારો જોવા મળી રહી છે. રાજ્યભરમાં કોરોનાએ કટોકટીભરી સ્થિતીનું નિર્માણ કર્યું છે. સ્થિતી દિવસેને દિવસે કથળી રહી છે. તેવા સમયે ગત રોજ સુરતમાં આવેલા ફાર્માહાઉસમાં આતશબાજી સાથે બર્થડેની ઉજવણી કરી હતી. વિડીયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી. ઘટનાના બીજા દિવસે શહેરમાં લગ્ન પ્રસંગનો વિડીયો વાયરલ થયો હતો.
લગ્ન પ્રસંગના વિડીયોમાં લોકો બેફીકર બનીને વરઘોડામાં નાચતા જોવા મળી રહ્યા હતા. એક તરફ શહેર કટોકટીમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે લોકો બેફીકર બનીને તમામ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને જાહેરમાં નાચતા નજરે પડ્યા હતા. વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થવાને કારણે વિડીયોમાં નાચતા નજરે પડેલા લોકો સામે ફીટકાર વરસાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે રાજ્યના 29 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયમો લાદી દીધા છે. લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગમાં લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવામાં આવી છે. તેવા સમયે લોકોએ સંજોગોની ગંભીરતાને ધ્યાને લઇને વર્તવું જોઇએ. પરંતુ સુરતમાં લોકો હજી પણ કોરોનાની અવગણના કરીને બર્થ ડે અને લગ્ન પ્રસંગોની ઉજવણી કરતા નજરે પડે છે. કોરોના કાળમાં લોકોની બેદરકારી જીવલેણ નિવડી શકે છે.