બાઇક પર બેઠેલા યુવકને રીક્ષા ચાલક અને તેનો સાથી જાહેરમાં માર મારે છે
આસપાસના લોકો યુવકને માર ખાતા જઇ રહ્યા છે
આખરે વિસ્તારના એક વ્યક્તિએ વચ્ચે પડીને લાકડી ઝુંટવી લીધી
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસને પડકાર ફેંકરા ટપોરીઓની કરતુતો સામે આવી
WatchGujarat. સુરતમાં સરથાણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો ભારે આતંક જોવા મળી રહ્યો છે કોઈ જ કારણસર સોસાયટીના ગેટ ઉપર ઉભેલા યુવકને ઢોરમાર માર્યો હતો. વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસને પડકાર ફેંકતા ટપોરીઓની કરતુતો સામે આવી હતી. હવે પોલીસ દ્વારા ટપોરીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.
https://youtu.be/HmDZR-_d8JM
સુરતમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે સરથાણા વિસ્તારમાં સોશિયલ મીડિયામાં યુવકને ઢોર માર મારતો વિડીયો વાયરલ થયો છે. યુવક તેની ગાડી ઉપર સોસાયટીના ગેટ ઉપર બેઠો હતો.તે સમયે રિક્ષા લઈને આવેલો એક યુવક તેની ભાષા આવે છે. તેને એકાએક ઉગ્ર બોલાચાલી કરીને તેને માર મારવાનું શરૂ કર્યું.યુવકને ગાડી પરથી નીચે પટકી ને ગેટ પાસે જ મારવાનું શરૂ કરે છે. એટલું જાણે પૂરતું ન હોય તેમ ગેટ પાસે બેસેલા એક વૃદ્ધના હાથમાંથી લાકડી છૂટવીને તેને ફરી મારવાનો પ્રયાસ કરે છે.
યુવકને લુખ્ખા તત્વો દ્વારા માર મારવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી યુવા આવે છે અને એકાએક મારવાનું શરૂ કરી દે છે. સમગ્ર ઘટનાને લઇને હવે સરથાણા પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું મહત્વનું છે. સ્થાનિક રહેવાસીઓના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં લુખ્ખા તત્વો સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે.
બેખોફ બનીને આ લુખ્ખા તત્વો સરથાણા વિસ્તારમાં આતંક મચાવી રહ્યા છે. કાયદાનો કોઇ પણ પ્રકારનો ભય હોય તેવું તેમને જોતા લાગતું નથી. યુવકને કયા કારણસર માર મારવામાં આવ્યો છે.આ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી રિક્ષામાં ફરતા કેટલાક લુખ્ખા તત્વો સ્થાનિક લોકોને હેરાન કરી રહ્યા છે. એક પ્રકારે આ વિસ્તારમાં રોફ જમાવવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા શરૂ કરાવ્યો હોય તેવું લાગે છે.