સુરતના ભરીમાતા વિસ્તારમાં આવેલા એક સોસાયટીની બહાર દારૂનું વેચાણ થતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી
સ્થાનિકોએ કંટાળીને દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા સુરત પોલીસ દોડતી થઇ
લોકો દ્વારા જ્યારે દારૂના અડ્ડા પર તોડફોડ કરવામાં આવી ત્યારે મોડે મોડે જાગેલી ચોક બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી
WatchGujarat. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ સૌથી વધુ જો કોઈ રાજ્યમાં દારૂ અહિંયા પીવાત અને વેચાય છે. ગુજરાત ભૂતકાળમાં દારૂ મુદ્દે ખૂબ જ રાજનીતિ પણ થઈ ચુકી છે. પરંતુ ગુજરાતમાં દારૂ વેચાય છે તે વાત સરકાર માનવા માટે તૈયાર નથી. ગઈ વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત દ્વારા ગુજરાતમાં ઘરે ઘરે દારૂ વેચાય છે ના નિવેદન બાદ દારૂ બાબતે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું હતું. દારૂવાળા નિવેદન પર ભાજપે અશોક ગેહલોત ને માફી માંગવા કહ્યું હતું. ગુજરાતના રાજકારણમાં દારૂ એક મોટો મુદ્દો બની ચૂક્યું છે અને ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તે વાત ખુલ્લી પાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.
https://youtu.be/r7NGS17mkwA
ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે તેના પુરાવા આપવાની જરૂર નથી. કારણકે અવારનવાર ખુલ્લેઆમ દારૂ વેચવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જોવા મળે છે. તેની સાબિતી કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. સુરતના ભરીમાતા વિસ્તારમાં આવેલા એક સોસાયટીની બહાર દારૂ વેચાઈ રહ્યો હતો. સ્થાનિકો દ્વારા પોલીસને વારંવાર રજૂઆત કરવા છતાં પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. સ્થાનિકોએ કંટાળીને દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા સુરત પોલીસ દોડતી થઇ ગઇ હતી. રોષે ભરાયેલા લોકોએ જનતા રેડની સાથે દારૂના અડ્ડા પર તોડફોડ કરી હતી અને ઈંગ્લીશ દારૂની બોટલો રસ્તા પર લાવીને મૂકી દીધી હતી. જનતાનો ગુસ્સો જોતા બુટલેગરો દારૂનો અડ્ડો છોડી નાસી ગયા હતા.
સુરતના ભરીમાતા વિસ્તારમાં આવેલા લોકોનો આરોપ હતો કે, આઠ વાગે એટલે પોલીસ લોકોને રાત્રી કર્ફ્યુ નું પાલન કરવા માટે કહે છે. અને કોઈ ભૂલેચૂકે રસ્તા પર દેખાઈ જાય તો તેને સજા પણ કરે છે. તેવામાં આઠ વાગ્યા બાદ પણ સતત ધમધમતો આ દારૂના અડ્ડા ની સામે થી પોલીસ સતત આંટા ફેરા મળતી હોય છે. પરંતુ દારૂના અડ્ડા પર બેસેલા લોકોને અને બુટલેગરો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતી નથી. લોકો દ્વારા જ્યારે દારૂના અડ્ડા પર તોડફોડ કરવામાં આવી ત્યારે મોડે મોડે જાગેલી ચોક બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.
જનતા રેડમાં લોકો દ્વારા પકડાયેલ દારૂ કબજે લેવામાં આવ્યો હતો. ઘટનાસ્થળેથી દારૂનો અડ્ડો ચલાવનાર બુટલેગર ફરાર થઈ ગયો હતો પોલીસે હાલ તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસની દારૂબંધીના અમલીકરણના દાવાને પોકળ સાબિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.