• પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરની કાપડ માર્કેટને કોરોના કેસો વધતા બંધ રાખવા માટે આદેશ કરાયો હતો
  • કેટલાક કાપડ માર્કેટના વેપારીઓ શટર પાડીને વેપાર કરતા હોવાની ફરિયાદ સુરત પોલીસને મળી
  • આખરે મીલેનિયમ માર્કેટમાં પોલીસ ત્રાટકતા મચી અફતા તફરી

Watchgujarat.  કોરોના કેસોને ધ્યાને લઇને 25 એપ્રિલ થી 5 મે સુધી સૂરત શહેરની તમામ કાપડ માર્કેટ બંધ રાખવા નિર્ણય કરાયો હતો. સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસ વચ્ચે પોલીસ કમિશનર દ્વારા કરાયેલ આદેશ બાદ શહેરની કાપડ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય જાહેર કરાયો હતો. પરંતુ આ વચ્ચે રિંગરોડ ખાતે આવેલ મિલેનિયમ માર્કેટ માં વેપારીઓ શટર પાડીને અંદરના ભાગથી પોતાના પાર્સલો ટેમ્પામાં ભરતા હોવાની ફરિયાદ પોલીસને મળી હતી. ફરિયાદને આધારે રેડ કરતા સ્થળ પર ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસે રેડ કરતાં કારીગરો ટેક્ષટાઈલ માર્કેટમાં ગેટ કૂદીને ભાગતા નજરે ચડયા હતા.

પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરની કાપડ માર્કેટને કોરોના કેસો વધતા બંધ રાખવા માટે આદેશ કરાયો. પરંતુ કેટલાક કાપડ માર્કેટના વેપારીઓ શટર પાડીને પણ પોતાનો વેપાર કરતા હતા. જેની ફરિયાદ બે ત્રણ દિવસથી સુરત પોલીસને મળી રહી હતી. આખરે પોલીસે ફરિયાદવાળી જગ્યાએ રેડ કરતા ટેમ્પામાં પાર્સલ લોડ કરી રહેલા કામદારો મળી આવ્યા હતા. પોલીસની હાજરીને પગલે સ્થળ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. એટલું જ નહિ અનેક કામદારો પોલીસથી બચવા માટે માર્કેટમાં ગેટ કૂદીને ભાગતા નજરે ચડયા હતા. પોલીસે તેમની ધરપકડ ન કરી લે આ માટે કેટલાક ગેટ શોધવાનો પ્રયાસ પણ કરી રહ્યા હતા. તથા પાર્સલ અને ટેમ્પો છોડીને શ્રમિકો માર્કેટમાંથી નાસી ગયા હતા.

કોરોના કેસ વધતા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેથી શહેરની તમામ ટેક્સટાઇલ માર્કેટ 5 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. શહેરના હિતમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે વેપારીઓને પોલીસ કમિશનરે યોગદાન આપવાનું કહ્યું હતું. પરંતુ વેપારીઓ શહેરને જોખમમાં મુકી દુકાનનું શટર પાડીને પોતાના પાર્સલ ટેમ્પામાં અપલોડ કરાવી રહ્યા હતા.

માર્કેટ બંધ હોવા છતાં ટેમ્પામાં પાર્સલ જતા હોવાની ફરિયાદ મળતા પોલીસ પણ એક્શનમાં આવી હતી અને ઘટના સ્થળે પહોંચીને ટેમ્પામાં લોડ થઈ રહેલા પાર્સલ ને અટકાવ્યા હતા અને તે દરમિયાન કામદારો પોતાનો જીવ બચાવીને નાસ્તા જોવા મળ્યા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. અને કયા વેપારીએ પાર્સલ ટેમ્પામાં લોડ કરાવ્યા છે તે સહિતની વિગતો હાલ એકત્ર કરવામાં આવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud