ACBની પ્રાથમિક તપાસમાં ત્રણ માસ જેટલો સમય લાગ્યો હતો
લાંચના છટકામાં આરોપી પોલીસકર્મી ન ઝડપાતા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, વૈજ્ઞાનિક પુરાવાના આધારે ફરિયાદ
WatchGujarat. કામરેજ પોલીસ સ્ટેશનના PI સહિત 10 કર્મચારી સામે ACBમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. છેતરપિંડીના કેસમાં ગુનો ન નોંધવા માટે 10 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. સમાધાનના અંતે 3 લાખની લાંચની રકમ નક્કી થઈ હતી. 13-9-2020 ના રોજ ફરિયાદીએ ફરિયાદ કરી હતી. જેના આધારે ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું પણ તે નિષ્ફળ ગયું હતું. જેથી દસ્તાવેજી પૂરાવા, મૌખિક પૂરાવા, વૈજ્ઞાનિક પૂરાવા, સાંયોગિક પૂરાવાના આધારે ફરિયાદ નોંધાઈ હતી. ACBએ કામરેજ પોલીસ સ્ટેશનના PI, 5 પોલીસ કોન્સ્ટેબલ, 2 મહિલા ASI, અને એક GRD જવાન, 1 પુરુષ ASI સહિત 10 સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેથી સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયેલ હોવાથી ફરિયાદીના ભાઈને તા.10/09/2020ના રોજ સુરત શહેર વિસ્તારમાંથી આરોપી પોલીસ કર્મચારી જયેશભાઇ, અલ્પેશભાઈ અને દિપકભાઇ કામરેજ પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.ફરિયાદી સાથે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ મુલાકાત દરમ્યાન આરોપી પોલીસકર્મીઓએ કેસ પતાવવા બાબતે તથા બલેનો ગાડી, ગુનાના કામે ન બતાવવા માટે તેમજ ફરિયાદીના ભાઈ વિરૂધ્ધ અને છેતરપિંડીના ગુનાઓ ન દાખલ કરવાના અવેજ પેટે પ્રથમ 10 લાખની માંગ કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂપિયા 3 લાખની માંગણી કરાઈ હતી.
3 લાખનું નક્કી થયા બાદ 13/09/2020ના રોજ સાંજના જમવાનું ટિફિન આપવા આવે ત્યારે રૂપિયા 1.20 લાખ અને બાકીના બીજા દિવસે આપવા નક્કી થયું હતું. પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોય, આરોપીઓ વિરૂધ્ધ તા.13/09/2020 ના રોજ એસીબીનો સંપર્ક કર્યો હતો. બાદમાં 13મીના રોજ લાંચનું છટકુ ગોઠવવામાં આવ્યું હતું.જે લાંચના છટકા દરમ્યાન આરોપી પોલીસકર્મીઓને ગંધ આવી ગઈ હોયતેમ લાંચની રકમ ન સ્વિકારતા છટકું નિષ્ફળ ગયું હતું. #છેતરપિંડી
ACBની પ્રાથમિક તપાસમાં ત્રણ માસ જેટલો સમય લાગ્યો હતો. તપાસના અંતે એકત્રીત થયેલ દસ્તાવેજી પૂરાવા, મૌખિક પૂરાવા, વૈજ્ઞાનીક પૂરાવા અને સાંયોગિક પૂરાવાના આધારે આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનો કરેલ હોવાનું જણાય આવ્યું હતું.લાંચના છટકાના ફરીયાદીના ભાઇને કામરેજ પોલીસ સ્ટેશનમાં ચાર દિવસ સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખ્યો હતો. તેમજ ફરીયાદીના ભાઇને આરોપી કુલદીપદાન બારહટનાકહેવાથી તા.11/09/2020ના રોજ આરોપી અલ્પેશભાઇ, દિપકભાઇ, જયદિપભાઈ અને સાગરભાઇએ ફોર્ચ્યુનર કારમાં ગેરકાયદેસર રીતે અમદાવાદ ખાતે તપાસમાં લઇ ગયા હોવાનું પણ પ્રાથમીક તપાસ દરમ્યાન જણાય આવ્યું હતું.
પ્રાથમિક તપાસ દરમ્યાન એકત્રીત થયેલા પૂરાવાઓને ધ્યાને લેતાં આરોપી જયેશભાઈ અને અલ્પેશભાઈ નાઓએ લાંચના છટકાના ફરીયાદી પાસે લાંચની માંગણી કરેલાનું પણ જણાય આવ્યું હતું. પ્રાથમિક તપાસ કરનાર અધિકારી પોલીસ ઇન્સપેકટર, સુરત ગ્રામ્ય એ.સી.બી.એ સરકાર તરફે ફરીયાદ જાહેર કરી આરોપીઓ (1) જે.બી.વનાર, પો.ઇ. કામરેજ પો.સ્ટે. (2) અ.પો.કો. જયેશભાઇ જયંતીભાઇ નિરજની (3) અ.પો.કો. અલ્પેશભાઇ મોતીભાઈ દેસાઇ (4) અ.હે.કો. કુલદીપદાન ગંભીરદાન બારહટ (5) અ.પો.કો. દિપકભાઇ હરગોવિદભાઈ દેસાઈ (6) અ.પો.કો. જયદિપસિંહ ગોપાલસિંહ ચૌહાણ (7) એ.એસ.આઇ. ચંદાબેન સુનીલભાઇ પાયાભાઇ વસાવા (8) એ.એસ.આઈ. સુશીલાબેન જયતભાઇ રાવલ (9) એ.એસ.આઇ. સરદારભાઇ ધીરાભાઇ ભગોરા (10) જી.આર.ડી. સાગરભાઇ ભગવાનભાઇ રાડરીયા નોકરી, તમામ કામરેજ સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
More #છેતરપિંડીનો #Kamrej #PI #police #officer # booked #by ACB #Surat news #Watchgujarat