માથાભારે શખ્સ પેરોલ જમ્પ કરીને ફરાર થતા પોલીસે બાતમીદારોનું નેટવર્ક એક્ટીવ કર્યું
ચાર મહિના પહેલા આરોપી ભાગી જઇને રાજસ્થાનમાં જઇ છુપા વેશે સંતાયો
પોલીસે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી જેલ મોકલી આપ્યો
WatchGujarat. પોલીસ ધારે તો શું કરી શકે તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પોલીસ સ્ટેશનમાં હત્યા અને મારા મારી જેવા ગુનાઓમાં સંકળાયેલો આરોપી જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થઇ ગયો હતો. પોતાની ઓળખ છુપાવવ માટે વેશ બદલીને છુપાયેલા આરોપીને પોલીસે ડિંડોલી પોલીસે વેશ બદલી ફરતા આ ખૂંખાર આરોપીને રાજેસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો છે.
શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવતા ઇસમને પોલીસે લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો. આરોપી ચાર મહિના પહેલાં પેરોલ પર છૂટ્યા બાદ ભાગી ગયો હતો. જોકે આરોપી પોતાનો વેશ બદલીને રાજસ્થાનના અજમેર ખાતે રહેતો હતો. પોલીસે આ ઇસમને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આરોપી વિરુદ્ધ લૂટ-હત્યા સહિતના ગુનાઓ નોંધાયેલા છે.
તેણે વર્ષ 2013માં અમોલ માછી નામના વ્યક્તિનું ચપ્પુ ના ઘા ઝીંકી હત્યા કરી હતી ત્યાર બાદ ડિંડોલી વિસ્તારમાં એક ક્લિનિકમાં ડોક્ટરની પણ ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. આરોપી ખુબ જનુની સ્વભાવનો હોઈ તેણે મહારાષ્ટ્રામાં પણ એક યુવકની હત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યું છે. આરોપી વિરુદ્ધ કુલ એક ડઝન જેટલા ગંભીર ગુના નોંધાયા છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનામાં સંડોવાયેલા હોય તેવા અને ખાસ કરીને ગુનો આચાર્યા બાદ પોલીસ પકડથી દૂર હોય તેવા ઇસમોને પકડી પાડવા માટે સતત પોલીસને બાતમીદાર નેટવર્ક એક્ટીવ કરી દેવામાં આવ્યું છે. ડીંડોલી વિસ્તારમાં અનેક ગુનામાં સંડોવાયેલા અને માથા ભારે ઇસમની છાપ ધરાવતો પ્રવીણ ઉર્ફે આબો કોળીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો.
આબો આશરે ચાર મહિના પહેલા જેલમાંથી પેરોલ રજા પર છૂટ્યો હતો. જો કે, ખૂન-લૂંટ અને શરીર સંબંધી ગુનામાં સંડોવાયેલ આરોપી પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં હજાર થયો ન હતો. પોલીસની પકડમાં નહીં આવે તે માટે પ્રવીણ વેશ બદલીને રહેતો હતો. પ્રવિણ રાજસ્થાનના અઝમેર ખાતે રહેતો હોવાની વિગત પોલીસને મળતા પોલીસે એક ટીમ બનાવી આરોપીને રાજસ્થાન પહોંચી હતી. અને બાતમીને આધારે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એક વખત આરોપી બદલતા વેશને લઇને તેને ઓળખી શકી ન હતી. પરંતુ પોલીસની સતર્કતાને કારણે આરોપીને ઓળખી કાઢી તેની ધરપકડ કરવામાં આવી હતી. ડીંડોલી પોલીસે આરોપી ફરી જેલમાં મોકલી રાહતનો શ્વાસ લીધો છે.